“આપણા રાજદૂતોને ડરાવવા ધમકાવવાની કાયરતાપૂર્ણ કોશિશો ભયાનક છે, હિંસાના આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળા પાડી શકશે નહીં.” ઃ ઁસ્ મોદીકેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રતિભાવ આવ્યો છે. સોમવાર (૪ નવેમ્બર ૨૦૨૪) રાત્રે ઠ પર તેમની પોસ્ટમાં કહ્યું, “હું કેનેડામાં હિન્દુ મંદિર પર જાણીજાેઈને થયેલા હુમલાની ભારે નિંદા કરું છું.” ઁસ્ મોદીએ કહ્યું, “આપણા રાજદૂતોને ડરાવવા ધમકાવવાની કાયરતાપૂર્ણ કોશિશો પણ એટલી જ ભયાનક છે.
હિંસાના આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળા પાડી શકશે નહીં. અમે કેનેડા સરકારથી ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાની આશા રાખીએ છીએ.” ઁસ્ મોદીની સાથે સાથે ભારત સરકારે પણ કેનેડાના બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ધર્મવિરોધી અને વિભાજનવાદીઓ દ્વારા થયેલી હિંસાની નિંદા કરી છે અને આશા વ્યક્ત કરી છે કે હિંસામાં શામેલ લોકો પર કાયદાકીય કાર્યવાહી થશે. વિદેશ મંત્રાલયે સોમવાર એટલે કે ૪ નવેમ્બર ૨૦૨૪ના રોજ એક નિવેદનમાં કહ્યું છે કે ભારત કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને “ઘણી ચિંતિત” છે.
નિવેદન અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું, “અમે ગઈકાલે બ્રૈમ્પટન, ઓન્ટારિયોમાં હિન્દુ સભા મંદિર પર ધર્મવિરોધી અને વિભાજનવાદીઓ દ્વારા થયેલી હિંસાની નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આ સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કરીએ છીએ કે તમામ ભક્તિ સ્થળોને આવા હુમલાઓથી બચાવવામાં આવે.” રણધીર જયસવાલે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે હિંસામાં શામેલ લોકો પર કેસ ચલાવવામાં આવશે. અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત છીએ. ભારતીયો અને કેનેડાના નાગરિકોને સમાન રીતે સેવાઓ પૂરી પાડવા માટે અમારા વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓના પગલાં ધમકી, જુલમ અને હિંસાથી ડગશે નહીં.” ‘કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ના સમાચાર અનુસાર, પીલ પ્રાંતીય પોલીસે રવિવારે (૩ નવેમ્બર ૨૦૨૪) જણાવ્યું હતું કે બ્રૈમ્પટનના એક મંદિર પાસે વિરોધ પ્રદર્શન થયું હતું અને સોશ્યલ મીડિયા પર પ્રસારિત થયેલા કેટલાક અખબારી વીડિયોમાં પ્રદર્શનકારી ખાલિસ્તાન સમર્થન કરતા બેનરો લઈને જાેવા મળ્યા હતા.


















Recent Comments