રાષ્ટ્રીય

કેનેડામાં ૭૦૦ ભારતીયોને દેશનિકાલનો ડર, કહ્યું “અમારું જીવન દાવ પર છે, મદદ કરો”

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલનો મુદ્દો ગરમાયો છે. દેશનિકાલની શક્યતા સામે વિદ્યાર્થીઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. આ વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમને નકલી ઑફર લેટર્સ દ્વારા કેનેડાની યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ભણવા અને પોતાનું ભવિષ્ય સુધારવા કેનેડા પહોંચેલા આ વિદ્યાર્થીઓ આ માટે ભારતમાં ટ્રાવેલ એજન્ટને જવાબદાર માની રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ભારતના ટ્રાવેલ એજન્ટ્‌સ દ્વારા તેમને કેનેડાની યુનિવર્સિટીઓ અને કોલેજાેના નકલી ઓફર લેટર આપવામાં આવ્યા હતા. રસ્તા પર ઉતરેલા ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમની અરજીઓ એમ કહીને નકારી કાઢવામાં આવી છે કે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી અથવા નકલી હોવાનું જાણવા મળ્યું છે. હકીકતમાં, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (ઝ્રમ્જીછ) એ તાજેતરમાં લગભગ ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ પત્રો જાહેર કર્યા છે. આ પત્ર ઝ્રમ્જીછ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યારે જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓના એડિશન ઓફર લેટર્સ નકલી છે. વિરોધ કરી રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ૨૦૧૮માં કેનેડા પહોંચ્યા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓમાંના એક ચમનદીપ સિંહે એનડીટીને જણાવ્યું કે જ્યારે તે કેનેડા પહોંચ્યો ત્યારે તેના એજન્ટે તેને કહ્યું કે જે કોલેજાેમાં તેને એડમિશન લેટર આપવામાં આવ્યા હતા, ત્યાંની સીટો ભરેલી છે. તેથી જ યુનિવર્સિટી દ્વારા ઓવરબુકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ અન્ય કોલેજમાં અભ્યાસ કરી શકે. વિદ્યાર્થીએ વધુમાં કહ્યું કે અમને લાગ્યું કે એજન્ટ સાચું બોલી રહ્યો છે, તેથી અમે તેના દ્વારા જણાવવામાં આવેલા માર્ગને અનુસર્યા. અમે કોલેજ બદલી અને અમારો અભ્યાસ પૂરો કર્યો પરંતુ ત્રણ-ચાર વર્ષ પછી અમને ઝ્રમ્જીછ દ્વારા કહેવામાં આવ્યું કે અમને જે એડમિશન લેટરના આધારે વિઝા મળ્યા તે નકલી છે. સાથે જ અન્ય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડામાં દેશનિકાલના ભયની અસર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ જાેવા મળી છે. ઘણા એવા લોકો છે જે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે. જીવો જાેખમમાં છે. વિદ્યાર્થીઓએ ભારત સરકારને આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારત સરકારે આ મુદ્દો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવવો જાેઈએ અને કોઈપણ રીતે તેમની દેશનિકાલ અટકાવવી જાેઈએ. ભાવુક વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓએ કેનેડામાં અભ્યાસ કરવા માટે તેમના સમગ્ર પરિવારની આવક ખર્ચી નાખી છે.

Related Posts