રાષ્ટ્રીય

કેન્દ્રએ આપી રાજ્યોને આપી ચેતવણી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દરેક રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં વધતા જતા કેસોને પગલે હવે કેન્દ્ર સરકાર એક્ટિવ બની છે. આજે ઓનલાઈન તમામ રાજ્યોની એક મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ રાજ્યોને હોસ્પિટલો તૈયાર રાખવા માટે ચેતવણી અપાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આજે તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસો પર ધ્યાન આપવાનું કહ્યું છે અને તેની સાથે હોસ્પિટલોને આ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વચન આપ્યું છે કે કોરોના વાયરસની રોકથામમાં ઉપયોગમાં લેવાતી તમામ પ્રકારની મૂળભૂત સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવશે. ભારતમાં કોરોના વાયરસના કેસોની વધતી જતી ગતિને જાેતા સરકાર સંપૂર્ણ એલર્ટ પર છે.

જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠક ૨ કલાક સુધી ચાલી હતી, જેમાં રાજ્યોને કોરોના સામેની લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ડરવાની જરૂર નથી, પરંતુ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં યોજાનારી મોકડ્રીલ સંદર્ભે તા.૮-૯મીએ સમીક્ષા બેઠક યોજવા રાજ્યને સૂચના આપવામાં આવી છે. આ સાથે ્‌૩ ની પોલિસી એટલે કે ટ્રેક, ટ્રેસ એન્ડ ટ્રીટ, રસીકરણ અને કોવિડ ફ્રેન્ડલી બિહેવિયર પર સંપૂર્ણ ધ્યાન આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે. આમ સરકાર પણ એલર્ટ બની છે એનું કારણ એ પણ છે કે કેસો સતત વધી રહ્યાં છે.

Follow Me:

Related Posts