કેન્દ્રની બેંક કર્મચારીઓને પગારમાં ૩૦ ટકા સુધી પેન્શનની ભેટ
નાણામંત્રી ર્નિમલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરીની સમીક્ષા કરી હતી. માંગ ઉભી કરવા અને વપરાશ વધારવા માટે ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી પ્રગતિની ચર્ચા કરવા માટે તેઓ ઘણી જાહેરક્ષેત્રની બેંકોના મેનેજીંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારીઓને મળ્યા હતા. નાણામંત્રીએ જણાવ્યું કે, ધિરાણની માંગ વધારવા માટે બેંક દેશના દરેક જીલ્લામાં લોનના પ્રસ્તાવો પ્રદર્શિત કરશે. બદલાયેલા સમય સાથે હવે ઉદ્યોગોની પાસે બેંકિંગ ક્ષેત્રની બહારથી પણ ભંડોળ એકત્ર કરવાનો વિકલ્પ છે. બેંકો વિવઇધ માધ્યમો દ્વારા ભંડોળ એકત્ર કરી રહી છે. જ્યાં ક્રેડિટની જરૂર હોય ત્યાં ક્રેડિટને લક્ષ્યાંકિત કરવા માટે આ નવા પાસાઓનો અભ્યાસ કરવાની જરૂર છે. આ મહીનાની શરૂઆતમાં બેંક કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધાર્યું હતું. આ નવું ઓગસ્ટ ૨૦૨૧થી લાગૂ થશે અને ઓગસ્ટથી ઓક્ટોબર સુધી લાગૂ રહેશે અને સાથે જ આ નિયમ ૧૧મી બીપીએસ પગાર માળખાનું પાલન કરતા બેંકરોને લાગૂ થશે. મોંઘવારી ભથ્થુ સરકારી અને બેંક કર્મચારીઓના પગારનો એક ભાગ છે,
જેનો હેતુ ફુગાવાના પ્રભાવને ઓછો કરવાનો છે. ડ્ઢછની ગણતરી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે અને દરેક ત્રિમાસિકમાં બેંક કર્મચારીઓ માટે સુધારેલ છે. ડ્ઢછ જીવનધોરણ સાથે સંબંધિત હોવાથી તે કર્મચારીથી કર્મચારીમાં શું તે શહેરી ક્ષેત્ર, અર્ધ શહેરી ક્ષેત્ર અથવા ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરે છે તેના આધારે બદલાય છે. કોઇ ખાસ નાણાંકિય વર્ષમાં મોંઘવારી અથવા મોંઘવારી વળતર આપવા માટે ડ્ઢછનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને છેલ્લા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ૨.૧ ટકા વધારીને ૨૭.૭૯ ટકા કરવામાં આવ્યું છે. ૧૦મા મ્ઁજી માટે બેંક કર્મચારીઓ અને કામદારોમા ડ્ઢછમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ ૩ ટકાનો વધારો કરાયો છે. ડીએમાં વૃદ્ધિ ઓગસ્ટથી શરૂ થઇને આગામી ૩ મહીના સુધી લાગૂ રહેશે. આ ર્નિણયથી ૮ લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ડીએમાં વધારો થતા દર મહીને બેંક કર્મચારીઓને પ્રાપ્ત થતા વેતનમાં સીધો વધારો થશે, કારણ કે તે સીધું બેઝિક પે સાથે જાેડાયેલ છે.
કેન્દ્ર સરકારે ૭મા પગાર પંચના (૭ંર ઁટ્ઠઅ જીષ્ઠટ્ઠઙ્મી) પેન્શન સ્લેબમાં (ॅીહર્જૈહ જઙ્મટ્ઠહ્વ) વધારો કરી કર્મચારીઓના પરીવારોને રાહત આપી છે. હવે બેંક કર્મચારીઓના પરીવારોને છેલ્લા વધેલા પગારના ૩૦ ટકાના સમાન સ્લેબ પર પેન્શન મળશે. નાણા મંત્રાલયના (હ્લૈહટ્ઠહષ્ઠી ડ્ઢીॅટ્ઠિંદ્બીહં) નાણાંકિય સેવા વિભાગના સચિવ દેબાશિષ પાંડાએ ઉમેર્યુ હતું કે, આ પગલાથી પરીવારો (ય્ર્દૃીહિદ્બીહં ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ મ્ટ્ઠહાજ) માટે પેન્શન લાભો ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા થઇ જશે. અગાઉ આ કેપ રૂ. ૯૨૮૪ નક્કી કરવામાં આવી હતી. ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન (ૈંમ્છ)એ અગાઉ ભલામણ કરી હતી કે, પેન્શનરોની વિવિધ કેટેગરી માટે ૧૫ ટકા, ૨૦ ટકા અને ૩૦ ટકાના સ્લેબ દરે ચૂકવવા પાત્ર કૌટુંબિક પેન્શનને કોઇપણ નિશ્ચિત મર્યાદા વગર સુધારવું જાેઇએ. નાણા મંત્રાલયે હજારો બેંક કર્મચારીઓ અને તેના પરીવારોને લાભ આપવા માટે આ ભલામણને મંજૂરી આપવાનો ર્નિણય કર્યો હતો. આ સિવાય સરકારે બેંકોને પેન્શન ભંડોળમાં એમ્પ્લોયરનું યોગદાન હાલના ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવા કહ્યું છે.
Recent Comments