fbpx
અમરેલી

કેન્દ્રની ભાજપ સરકારની અગ્નિપથ યોજના દેશના યુવાનો સાથે મશ્કરી સમાન : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

દેશમાં છેલ્લા આઠ વર્ષથી ભાજપની મોદી સરકાર શાસન કરે છે, જયાર થી કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યું ત્યાર થી જ ભારત દેશના દરેક ક્ષેત્રમાં અધોગતીની શરૂઆત થઈ છે, ભાજપ પક્ષ કે તેના નેતા પાસે કોઈ ચોકકસ નીતિ કે દેશના ભવિષ્યનું વીઝન ન હોવાથી દેશ બરબાદીના પંથ તરફ આગળ વધી રહયો છે, જેનું પરિણામ સમગ્ર ભારત દેશની જનતાએ આવનાર દિવસોમાં ભોગવવું પડશે.તાજેતર માં જ કેન્દ્ર સરકાર દ્રારા દેશના યુવાઓનું રાષ્ટ્ર પ્રેમનું તથા દેશ સેવાનું સ્વપ્ન રોળવા માટેની અગ્નિપથ જેવી યોજના લાવવામાં આવી છે, જે ખરેખર સૈન્યમાં સૈનિક બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે દુ:ખ જનક છે, ભારત દેશની આન,બાન,શાન ગણાતી આર્મીનું આજે સમગ્ર વિશ્વમાં નામ બોલાય છે ત્યારે તે આર્મીને નબળી કરવા માટેનું આ ભાજપ સરકારનું કારસ્તાન છે, જેના ભાગરૂપે જ અગ્નિપથ જેવી ભ્રામક યોજનાઓ કેન્દ્ર સરકાર દ્રારા લાવવામાં આવેલ છે. ભારત દેશની આઝાદી થી અત્યાર સુધીના ઈતિહાસમાં સોૈ પ્રથમવાર ભારતના સૈન્યમાં તદ્ન ૪ વર્ષના હંગામી ધોરણે અને ફીકસ પગારથી નિમણૂંક આપવી, ત્યારબાદ ૪ વર્ષ પછી નોકરીમાંથી છુટા કરી દેવા અને ૪ વર્ષની નોકરીમાં ફીકસ પગાર સિવાય અન્ય કોઈપણ લાભ મળવાપાત્ર થતાં નથી. આવી યોજના ભાજપની મોદી સરકાર લાવીને પોતાની બુધ્ધીનું પ્રદર્શન કરીને ભારત દેશના યુવાનો પ્રત્યેની પોતાની નબળી માનસિકતા સાબિત થઈ છે.જો ભાજપ સરકાર દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ નહી કરે તો આ જ યુવાનો ભાજપને સમગ્ર ભારત દેશમાંથી જડમુળથી ઉખેડી ને ફેંકી દેતા પણ વાર લાગશે નહી.

Follow Me:

Related Posts