fbpx
અમરેલી

કેન્દ્રની ભાજપ સરકારે દાકબ હેઠળ ગુજરાત રાજયને મળતાં ઘઉંના પુરવઠા પર કાપ મુકયો : ધારાસભ્ય પરેશ ધાનાણી

ભાજપ સરકાર પ૦ રૂપીયાની તુવેરદાળ માત્ર ૧ રૂપીયે આપવાનો છબરડો કરી તુવેરદાળનું વિતરણ બંધ કરેલ છે તાત્કાલીક શરૂ કરો : પરેશ ધાનાણી
રોજિંદા આહારમાં ભારત કરતા રોટલી વધુ ખાવા ટેવાયેલા ગુજરાતના ગરીબોને પરાણે વધુ ચોખા ધાબડી દેશેઆ ભાજપ સરકાર : ધાનાણી.

ગુજરાતમાં છેલ્લા ર૭–ર૭ વર્ષથી ભાજપની સરકાર રાજ કરે છે, ઘઉંની નિકાસબંધી જાહેર કરતી વખતે કેન્દ્રની ભાજપ સરકારે રાશનનાં ઘઉંની ફાળવણી નહી ઘટાડવાની ખાતરી તો ઉચ્ચારી હતી, પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખાને બદલે મે માસથી સપ્ટેમ્બર સુધી એક કિલો ઘઉં અને ચાર કિલો ચોખા આપવાના છે, આમ ઘઉંની અછત જેવી સ્થિતિ ગરીબોને ખુબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડશે. સસ્તા અનાજ વેપારીઓ અને પુરવઠા વિભાગના તરફથી જાણવા મળેલ છે કે ગુજરાતમાં કોરોનાકાળ ર૦ર૦ થી પી.એમ.જી.કે.એ.વાય. હેઠળ ચોખા વધુ અને ઘઉં અલ્પ માત્રામાં આપતા હતા, પણ ગુજરાતની જરૂરત કેન્દ્રના ધ્યાન પર મુકાતાં અત્યાર સુધીતો વધુ ધઉં અને થોડા ચોખા અપાતા રહયા પરંતુ હવે આ ભાજપ સરકારે નર્ણયિ બદલ્યો છે, જેને લીધે ચાર થી પાંચ સભ્ય સંખ્યાવાળા લાભાર્થીને પરીવારોને મહિને ૬ કિલોથી સાડા સાત કિલો ચોખાને બદલે ૧૬ થી ર૦ કિલો ચોખા મળશે. જયારે ઘઉં ૧૪ થી ૧૭.પ કિલો મળતા હતા તેને સ્થાને હવે ૪ થી પ કિલો જ અપાશે. સરેરાશ પરીવારોની ચોખાની માસિક જરૂરત માત્ર ૩ થી ૪ કિલો જ હોય છે.
રોજિંદા આહારમાં ભાતનું ચલણ ગુજરાતમાં દક્ષિણના રાજયો જેટલુ નથી, તેમ છતાં ગુજરાતમાં પણ આ સુધારો આ ભાજપ સરકારે તા. ૧૬ મે ના રોજ તી અમલી બનવા જઈ રહયો છે, આથી ઘણા લાભાર્થી પરીવારોએ ખોરાકમાં રોજ્ઞલીને બદલે ભાત અથવા ચોખાની બનાવટનું પ્રમાણ વધારી દેવા મજબુર બની ગયા છે, અને આવનાર સમયમાં ઠેકઠેકાણે સરકારી ચોખાના કાળાબજારની શકયતા વધી જશે અને કાળાબજારને ડામવા પુરવઠા તંત્ર એટલું સક્રીય ની હોવાને કારણે કરોડો રૂપીયાનો ખર્ચ છતાં ટનબંધ ચોખાનો વેડફાટ થતો રહે એવી ભીતી પણ અસ્થાને નથી મનાતી.

Follow Me:

Related Posts