કેન્દ્રસરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠન પર પ્રતિબંધ લગાવ્યોજમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને કેન્દ્રસરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે ેંછઁછ હેઠળ કાર્યવાહી કરી છે. આ સંગઠન પર જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીર એક અલગતાવાદી રાજકીય પક્ષ હતો, જેની સ્થાપના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે.. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ સામે જીરો ટોલરેંસ નીતિ હેઠળ, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ અથવા સંગઠનને તરત જ ખતમ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જાહેરાત કરી હતી કે કાશ્મીરી અલગતાવાદી પક્ષ તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીર (્ીૐ) ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (ેંછઁછ) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.
આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીરની સ્થાપના ૭ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અલગતાવાદી નેતા ગિલાની દ્વારા તેમની ભૂતપૂર્વ પાર્ટી જમાત-એ-ઈસ્લામી કાશ્મીર છોડીને કરવામાં આવી હતી.. સૈયદ અલી શાહ ગિલાનીએ ૨૦૦૩માં હુર્રિયત કોન્ફરન્સમાં વિભાજન થયા બાદ પાર્ટીની રચના બાદ ૧૫ વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળ્યું હતું. ગિલાનીએ ૨૦૧૯માં પદ છોડ્યા બાદ મોહમ્મદ અશરફ સેહરાઈ પ્રમુખ બન્યા હતા.
અશરફ સહરાઈનું વર્ષ ૨૦૨૧માં કોવિડથી અવસાન થયું હતું. આ જૂથ જમાત-એ-ઇસ્લામીની વિચારધારાને ટેકો આપી રહ્યું છે, જેને કેન્દ્ર દ્વારા ૨૦૧૯માં ેંછઁછ હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે ભંડોળ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના સમર્થન જેવા આરોપોને કારણે. તમને જણાવી દઈએ કે ગિલાનીએ તહરીક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરના કાર્યાલયને પોતાનું ઘર બનાવ્યું હતું. તેઓ પ્રમુખ પદેથી હટી ગયા બાદ આ સંગઠનનું કોઈ કાર્યાલય શ્રીનગરમાં હાજર રહ્યું નહોતું.
Recent Comments