કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના ભીંત ચિત્રનું અનાવરણ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ૩૦ જાન્યુઆરીના રોજ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ઉપક્રમે ગાંધીનગર લોકસભાના પ્રજા વત્સલ સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના ભીંત ચિત્રનું અનાવરણ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી શાહે ત્યારબાદ પૂ. બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિત લાભાર્થીઓને “નેશનલ હની મિશન” અંતર્ગત ૪૦૦ જેટલા મધમાખીના બોક્સ અને ” “કુમ્હાર સશક્તિકરણ યોજના” અન્વયે ઇલેક્ટ્રિક ચાકડાનું પ્રતીકાત્મક વિતરણ પણ કર્યું હતું. આ સમયે બે મિનિટ મૌન પાળીને પૂ. બાપુને અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી એકત્ર કરવામાં આવેલ માટીમાંથી તૈયાર કરેલ ૨૯૭૫ કુલ્હડ દ્વારા ૧૦૦ સ્ક્વેર મીટરમાં ૭૫ જેટલા કારીગરો દ્વારા પૂ. બાપુનું આ ભીંત ચિત્ર બનાવવાના આવેલ છે
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી નારાયણ રાણે ( કેન્દ્રિય મંત્રીશ્રી, એમ.એસ.એમ.ઇ.), શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ( મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રી કિરીટભાઇ પરમાર ( મેયર શ્રી અમદાવાદ મહાનગર) શ્રી હર્ષભાઈ સંઘવી ( ગૃહ રાજ્ય મંત્રીશ્રી, ગુજરાત), શ્રી જગદીશભાઈ પંચાલ ( મંત્રીશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત), શ્રી પ્રદીપભાઈ પરમાર ( મંત્રી શ્રી ગુજરાત), સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ભાજપા પ્રદેશ અગ્રણીઓ, શ્રી વિનય કુમાર સક્સેના ( ચેરમેન, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન), શ્રીમતી પ્રિતા વર્મા ( સી.ઇ.ઓ., ખાદી અને ગ્રામોધોગ કમિશન), અમદાવાદ મહાનગરના નગર સેવકો, સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ ક્ષેત્રમાંથી લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી અમિતભાઇ શાહ તેના ઉદબોધન માં કહ્યું હતું કે આજે ૩૦મી જાન્યુઆરી પૂ. બાપુની પુણ્ય તિથિ છે. એટલે જ ૧૮૫૭ થી લઈ ૧૯૪૭ સુધીના આઝાદીના આંદોલનના હુતાત્માંઓની સ્મૃતિમાં આ દિવસને સ્મૃતિ દિન તરીકે કૃતઘ્ન રાષ્ટ્ર મનાવી રહ્યું છે. પૂ. બાપુએ આ જ સાબરમતી નદીના કિનારે આઝાદીના આંદોલનની રૂપરેખા ઘડી તેમના આત્મનિર્ભર સંકલ્પને સાકાર કરવા હેતુ આ ભીંત ચિત્ર અને તેની કરાયેલી સામૂહિક રચના પૂ. બાપુને સાચી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે છે. આ કૃતિ આપણને ધરતી સાથે જોડાયેલા રહેવા અને આત્મ નિર્ભર બનવા સતત પ્રેરિત કરશે
શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આ 75 માં વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ખૂબ ઉત્સાહથી ઉજવવાનો નિર્ણય કર્યો તેના પાછળના બે ઉદ્દેશ્ય રહેલા છે. આજની નવી પેઢી કે જે ભારતનું ભવિષ્ય છે તેને ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની સંઘર્ષ યાત્રાની માહિતી મળે, આ સંઘર્ષ યાત્રામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર શહીદોની જાણકારી પહોંચાડવી અને આ ઉપરાંત ‘નયા ભારત’ના નિર્માણ સંકલ્પ યુવાપેઢીમાં જાગૃત કરવો. તેના બીજા ઉદેશ્યમાં આજથી ૧૦૦ વર્ષ પછી ભારત આર્થિક, રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે ક્યાં હશે તેના સંકલ્પ લેવા અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ભારતને વિશ્વમાં શિરમોર બનાવવું સમાયેલ છે. આ ઉપરાંત પર્યાવરણ સંવર્ધનમાં ભારતનું યોગદાન શું હોઈ શકે તે તમામ સંકલ્પો – નિર્ણયો લેવા માટેનું અને ૭૫ થી ૧૦૦ વર્ષ એટલે કે ૨૫ વર્ષની આગામી યાત્રા માટે લક્ષ્યો નિર્ધારિત કરવા અને તેની પ્રાપ્તિ માટે પણ સુસજજ થવાનું આ વર્ષ છે.
શ્રી શાહે ભાવનાત્મક સ્વરમાં કહ્યું કે સાબરમતી નદીમાં નર્મદાના આ વહેતા જળને જોઈને કલ્પના કરવી પણ પણ અશક્ય છે કે એ જમાનામાં પૂજ્ય બાપુએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે લડાઇ આદરી, એક નિશસ્ત્ર વ્યક્તિએ સંકલ્પ લઈને આ દેશ અને દેશવાસીઓની મુક્તિ માટે આદરેલી લાંબી લડાઇ આપણા સૌ માટે પ્રેરણસ્રોત છે. પૂ. ગાંધીજીએ સ્વરાજ્યની લડાઇ દરમ્યાન અનેક ઉપાયો સૂચવ્યા જે આઝાદી માટે જ નહિ પરંતુ આઝાદી બાદના ભારતના નિર્માણ માટે મહત્વના હતા. પૂ. બાપુએ સ્વદેશી, સ્વભાષા, પ્રાર્થના, સત્યાગ્રહ, ઉપવાસ, સાધન શુદ્ધિ, અપરિગ્રહ અને સાદગી જેવા સિદ્ધાંતો આપીને આઝાદીની લડાઇ લડતા-લડતા પોતાના પ્રભાવથી જનતામાં સંસ્કારોનું સિંચન કર્યું અને તેના આધાર પર જ ભારતનું પુનઃ નિર્માણ થયું.
શ્રી શાહે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે દુર્ભાગ્યની વાત એ હતી કે આઝાદી બાદ બાપુના ફોટાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી, ભાષણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો પણ ખાદી, હસ્ત શિલ્પ, સ્વભાષા અને સ્વદેશી વિસરાઈ ગયા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ પૂ. બાપુના તમામ સિદ્ધાંતોને પુનઃ જીવન આપવાનું અને તેમના આદર્શોને લોકજીવનમાં ઉતારવાનું કાર્ય કર્યું.
શ્રી શાહે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં સ્થાપિત કરવામાં આવ્યું છે કે સ્વભાષાથી મજબૂત જ્ઞાનનું માધ્યમ બીજું કોઈ ન હોઈ શકે. “મેક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” વિચાર દ્વારા સ્વદેશીની નવી વ્યાખ્યાઓ સ્થાપિત કરવાની સાથે ભારતના ઉત્થાન માટે અને દેશને વિશ્વમાં ઉત્પાદનનું હબ બનાવવાની કલ્પના આ બધા સિદ્ધાંતોમાં રાખવામાં આવી છે. ભારતીયો સ્વદેશીનો ઉપયોગ કરે તે માટે ખાદીના ઉપયોગ – ખાદીના પ્રયોગને શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગતિ આપી છે. શ્રી શાહે ગુજરાત અને દેશની જનતાને અપીલ કરતા કહ્યું કે ખાદીનો મહત્તમ ઉપયોગ કરીએ, આપણા રોજિંદા જીવનમાં ખાદીનો ઉપયોગ ગરીબોને ન કેવળ રોજીરોટી આપશે અપિતું તે વર્ગને સન્માન સાથે જીવવાનો પણ મોકો આપશે. આ ખાદીનો ઉપયોગ ફક્ત રોજીરોટી કે વ્યવસાય નથી પરંતુ દેશના સ્વાભિમાનનું પ્રતિક છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીના વિચારને આગળ ધપાવવાનું અને સ્વભાષાને સન્માન આપવાનું અદભુત કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વમાં કોઈપણ જગ્યાએ પોતાનું સંબોધન હિન્દીમાં જ કર્યું છે જે તેમનો સ્વભાષા પ્રત્યેનો લગાવ દર્શાવે છે. તેઓએ કહ્યું હતું કે પોતાની ભાષામાં જ બાળક ભારતની સંસ્કૃતિ અને વારસા સાથે નાતો જોડી શકશે. સ્વભાષાને મજબૂત બનાવવાનો પાયો નવી શિક્ષણ નીતિમાં નાખવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઝાદીના ૧૦૦ વર્ષે દરેક ભારતીય ભાષાનું ગૌરવ ટોચ પર હશે. પૂજ્ય બાપુએ મુક તપસ્વી કર્મયોગીની જેમ પોતાનું જીવન જીવ્યું અને કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તેઓની મોહનલાલ થી મહાત્મા ગાંધી સુધીની યાત્રામાં અનેક પડાવો આપણા માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. સહસ્ત્રાબ્દીમાં વ્યક્તિની સ્પર્ધામાં કોઈ એક જ નામ હોય શકે તો તે માત્ર પૂ. મહાત્મા ગાંધીજી જ હોય.
શ્રી શાહે ખાદી અને ગ્રામોધોગ કમિશનને અભિનંદન પાઠવતા કહ્યું કે ગાંધીજીનું ચિત્ર ચિરંજીવી અને અવિસ્મરણીય બની રહે તે માટેનો ખાદી ગ્રામોદ્યોગનો આ પ્રયાસ ખૂબ જ ઉમદા અને અભિનંદનને પાત્ર છે. આ ભીંત ચિત્ર અહીં આવનાર દરેક પરિવારો અને યુવાપેઢીને અનેક વર્ષો સુધી બાપુના આદર્શોનો સંદેશો આપતું રહેશે સાથે-સાથે ખાદી અને સ્વદેશીના આદર્શોને પણ લોકોમાં જાગૃત કરશે.
શ્રી શાહે અંતમાં કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કિસાનોની આવક બમણી કરવા હેતુ સહયોગી વ્યવસાયને પણ ઉતેજન મળે તે માટે અનેક પ્રયત્નો કર્યા છે. આજે આ દિશામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના કિસાનોને મધમાખીના ૪૦૦ જેટલા બોક્સ વિતરિત કરવામાં આવી રહ્યા છે, જેનાથી મધ દ્વારા જન સમુદાયને પોષણ મળશે અને કિસાનોની આવકમાં વૃદ્ધિ થશે અને કુમ્હાર સમુદાયના સશક્તિકરણ માટે ૨૦૦ જેટલા ઇલેક્ટ્રિક ચાકડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે જે તેમનો પરિશ્રમ ઘટાડશે અને આવક વધારશે. શ્રી શાહે અંતમાં સમગ્ર દેશ અને ગુજરાતની જનતાને ખાદીનો વધુમાં વધુ ઉપયોગ કરી ગરીબોને માનભેર જીવવાનો મોકો આપવા કરબદ્ધ વિનંતી કરી હતી.
Recent Comments