કેન્દ્રીય અંદાજપત્ર ભાવનગર જિલ્લા ભાજપ આવકાર
કેન્દ્રીય અંદાજપત્ર ગ્રામ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરના સર્વાંગી વિકાસ માટેનો વિકસિત અભિગમ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અપાયો આવકાર ભાવનગર ગુરુવાર તા.૧-૨-૨૦૨૪નાણાંપ્રધાન શ્રી દ્વારા રજૂ થયેલ કેન્દ્રીય અંદાજપત્ર ગ્રામ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરના સર્વાંગી વિકાસ માટેનો વિકસિત અભિગમ હોવાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અપાયો આવકાર અપાયો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે કેન્દ્રીય નાણાંપ્રધાન શ્રી નિર્મળા સીતારામનજી દ્વારા રજૂ થયેલ વચગાળાનું અંદાજપત્ર વિકસિત ભારતના નિર્ધાર માટે મહત્વનું બનશે.
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ કેન્દ્રીય અંદાજપત્ર ગ્રામ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરના સર્વાંગી વિકાસ માટેનો વિકસિત અભિગમ હોવાનું જણાવ્યું છે, જેનાંથી સરકાર પરની અપેક્ષાઓ સંતોષાઈ છે. સામાન્ય મઘ્યમવર્ગ માટે આવાસ માટે, સૂર્ય ઉર્જા જેવા મુદ્દાઓ સાથે મહિલા વર્ગ, યુવા શક્તિ અને કૃષિ ક્ષેત્ર માટેની જોગવાઈ આવકાર્ય છે.
ગ્રામ્ય ક્ષેત્રના વિકાસથી લઈ સમગ્ર દેશના માળખાકીય તેમજ કેટલાક વેરા સંબંધી રાહતો રાષ્ટ્ર માટે, આશા બહેનો અને આંગણવાડી કાર્યકર્તા બહેનોને આરોગ્ય સહાયક યોજનાઓ સાથે વિકસિત દિશા આપનાર હોવાનું જિલ્લા સંગઠનના ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારૂભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા સાથે મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકીએ સંયુક્ત આવકાર સાથે ઉમેર્યું છે.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આ રીતે અંદાજપત્ર સર્વાંગી વિકાસ માટે આવકારેલ હોવાનું પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદી દ્વારા જણાવાયુ છે.
Recent Comments