રાષ્ટ્રીય

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ર્નિણય, પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જાે વિશે જાહેરાત કરી

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જાેનો ર્નિણયસમાવેશ થાય છે. ઁસ્ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ૩ ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ ર્નિણયની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ કે દેશમાં અત્યારે કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે અને કઈ ભાષાને પ્રથમ વખત શાસ્ત્રી ભાષાનો દરજ્જાે આપવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ ઠ પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, અમારી સરકાર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને વળગી રહી છે. અમે પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં પણ અડગ રહ્યા છીએ. હું ખૂબ જ ખુશ છું કે કેબિનેટે ર્નિણય લીધો છે કે આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જાે આપવામાં આવશે. તેમાંથી દરેક એક સુંદર ભાષા છે, જે આપણી જીવંત વિવિધતાને પ્રકાશિત કરે છે.

૨૦૦૪માં પ્રથમ વખત તમિલને શાસ્ત્રીય ભાષા તરીકે નોંધવામાં આવી હતી. તે પછી ૨૦૦૫માં સંસ્કૃતને શાસ્ત્રીય ભાષા તરીકે ૨૦૦૮માં તેલુગુ અને કન્નડ, ૨૦૧૩માં મલયાલમ અને ૨૦૧૪માં ઉડિયા તરીકે નોંધવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે ૫ પ્રાદેશિક ભાષાઓને એક સાથે આ દરજ્જાે આપવામાં આવ્યો છે. આ સાથે હવે દેશમાં શાસ્ત્રીય ભાષાઓની સંખ્યા વધીને ૧૧ થઈ ગઈ છે. તે પ્રાદેશિક ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જાે આપવામાં આવે છે કે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ જૂની છે અને તેના ગ્રંથોનો સંગ્રહ હોવો જાેઈએ. તેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૪માં કરવામાં આવી હતી. શાસ્ત્રીય ભાષાનો દરજ્જાે આપ્યા બાદ સંબંધિત પ્રાદેશિક ભાષાઓની કવિતાઓ, વાર્તાઓ વગેરેને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે.

Related Posts