કેન્દ્રીય કેબિનેટે ઉપરાજ્યપાલને બનાવ્યા વધુ પાવરફુલ, કેજરીવાલનું ટેન્શન વધ્યું
કેન્દ્રીય કેબિનેટે બુધવારે થયેલી બેઠકમાં દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ પાવરફુલ બનાવી દેવાના પ્રસ્તાવિત સંશોધનને મંજૂરી આપી દીધી છે. ગવર્નમેન્ટ ઓફ એનસીટી દિલ્હી એક્ટમાં કેટલાક સંશોધન કરી દિલ્હીની ચૂંટાયેલી સરકારને નક્કી સમયમાં જ એલજીની પાસે વિધાયી અને પ્રશાસનિક પ્રસ્તાવ મોકલવાની જાેગવાઈ છે. કેન્દ્રએ સંસદના બજેૉટ સત્ર દરમિયાન એનસીટી ઓફ દિલ્હી કાયદા ૨૦૨૧ને વિચાર અને પારિત કરવા માટે સૂચીબદ્ધ કર્યું છે. સૂત્રોના જણાવ્યાનુંસાર આમાં એ વિષયોનો ઉલ્લેખ છે જે વિધાનસભાની બહાર આવે છે. સરકારી સૂત્રોનુ માનીએ તો આ સંશોધન ગવર્નેસને સારુ કરવા અને એલજી તથા દિલ્હી સરકારની વચ્ચે અથડામણને ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ વહેંચણીને લઈને સુપ્રીમ કોર્ટને જાન્યુઆરી ૨૦૧૯માં આવેલ ર્નિણય બાદ આને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવાની જરુર અનુભવાઈ છે. કેબિનેટ બેઠકમાં પાસ કરવામાં આવેલા સંશોધન મુજબ હવે વિધાયી પ્રસ્તાવ ઉપરાજ્યપાની પાસે ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલા અને પ્રશાસનિક પ્રસ્તાવ ૭ દિવસ પહેલા પહોંચાડવાના રહેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે દિલ્હીના ઉપરાજ્યપાલને અનેક અધિકાર મળ્યા છે. જાે કે આ અધિકારને લઈને કેજરીવાલ સરકાર અનેક વાર વિરોધ ચૂકી છે. એવું મનાય છે કે કેન્દ્ર તરફથી ઉપરાજ્યપાલ અને વધારે પાવરફુલ બનાવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધી શકે છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનો બીજાે કાર્યકાળ ચાલી રહ્યો છે.
પરંતુ બન્ને કાળમાં કેન્દ્ર સરકાર અને તેમની વચ્ચે ખટપટ બંધ નથી થઈ. કેન્દ્રીય પ્રતિનિધિત્વ કરનારા ઉપ રાજ્યપાલના પદ પર ચાહે કોઈ પણ બેસે કેજરીવાલ સરકાર અને તે પદ પર બેસનારાનો મત બહું ઓછા મુદ્દા પર એક જેવી જાેવા મળશે. તેવામાં ઉપ રાજ્યપાલની તાકાત વધે છે તો નિશ્ચિત રીતે કેજરીવાલની ચિંતામાં વધારો થશે. કેજરીવાલ સરકાર અને ઉપ રાજ્યપાલની વચ્ચેની અદાવત કોરોના સંકટ દરમિયાન જાેવા મળી હતી. કેજરીવાલ સરકારે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને જાેતા હાલ દિલ્હી સરકાર અને હાજર પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના લોકોની સારવાર થશે. હવે આ ર્નિણય પર ઘણો વિવાદ થયો હતો. બીજા દિવસે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બેજલે કહ્યું કે દિલ્હીમાં તમામની સારવાર થશે જેવું અત્યાર સુધી થયું છે.
Recent Comments