fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે નોર્થ બ્લોક, નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠક સવારે ૧૧ વાગે યોજાઇ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્‌ટનન્ટ ગવર્નર, એનએસએ અજીત ડોભાલ, ગૃહ સચિવ, આઈબી ના ચીફ, રો ના ચીફ, એનઆઈએ ના ડીજી, તમામ અર્ધલશ્કરી દળોના ડીજી, આર્મી અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા અને વધુમાં આ બેઠકમાં ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ગૃહ મંત્રાલયમાં યોજવામાં આવેલી આ મહત્વપૂર્ણ બેઠકનો મુદ્દો જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર અંકુશ મૂકી દેશના લોકોની સુરક્ષામાં વધારો કરવો. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ત્રાસ છેલ્લા કેટલાક સમયમાં વધ્યો છે. ૯ જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો.આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો, જે બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી હતી.આતંકવાદીઓએ ૪ દિવસમાં ૪ હુમલા કર્યા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડામાં હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કર્યા પછી, ગૃહમંત્રીશ્રી અમિત શાહ અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે અલગથી બેઠક પણ કરી હતી. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી એટલે કે આ મહિના ના અંતમાં શરૂ થશે અને ૧૯ ઓગસ્ટ સુધી ચાલશે. બાલતાલ અને પહેલગામ બંને યાત્રા રૂટની સુરક્ષા સુનિશ્ચિત કરવા, શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અને અન્ય મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ ગૃહમંત્રીશ્રી અમિત શાહની સામે અમરનાથ યાત્રાની સુરક્ષા યોજનાને લઈને મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન અમિત શાહે આ બેઠક બોલાવી છે, જેના કારણે પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિને લઈને ચિંતા વધી છે. બે દિવસ પહેલા, તેમણે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે આવી જ બેઠક યોજી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીરની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને આવા આતંકવાદી હુમલાનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ૯ જૂનથી જમ્મુ ક્ષેત્રના રિયાસી, કઠુઆ અને ડોડામાં ચાર સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેમાં ૯ લોકોના મોત થયા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો એક જવાન પણ માર્યો ગયો અને ઓછામાં ઓછા ૭ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા.

Follow Me:

Related Posts