રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાંડાને UAPA એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો

ભારતે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (મ્દ્ભૈં)ના ડાયરેક્ટર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યા છે. કેનેડાથી ભારતમાં આતંક ફેલાવનાર લાંડા સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના ડઝનબંધ કેસ નોંધાયેલા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાંડાને ેંછઁછ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. લખબીર સિંહ લંડા મોહાલી અને તરનતારનમાં થયેલા ઇઁય્ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.. એટલું જ નહીં, લંડા પર પાકિસ્તાનથી ભારતમાં હથિયારો અને ઇમ્પ્રુવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (ૈંઈડ્ઢ)ની દાણચોરી પર નજર રાખવાનો આરોપ છે. આ સિવાય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના ઈશારે તે પંજાબમાં હિંદુ નેતાઓને ફંડિંગના આધારે નિશાન બનાવી રહ્યો છે.

તે ૯ મે ૨૦૨૨ના રોજ મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (ઇઁય્) હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ લાંડા પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી કરીને આવતા હથિયારો અને ૈંઈડ્ઢ ઉપકરણો પર નજર રાખે છે. તે ઇઁય્ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે તેની સાંઠગાંઠ છે. પંજાબની સાથે તે દેશના જુદા જુદા ભાગોમાં આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે.. પંજાબ પોલીસ અને દ્ગૈંછએ તેની સામે કેસ નોંધ્યો છે. લંડા પંજાબના તરન તારણનો રહેવાસી છે, જેની સામે રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) એ રેડ કોર્નર નોટિસ (૨૦૨૧માં) પણ જારી કરી છે. દ્ગૈંછએ ૨૦૧૭માં કેનેડા ફરાર થયેલા લખબીર સિંહ લંડાના માથા પર ૧૫ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર તે હાલમાં કેનેડાના આલ્બર્ટામાં છુપાયેલો છે.

Follow Me:

Related Posts