ગુજરાત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપ દ્વારા સતત પ્રજાની વચ્ચે રહીને વિકાસની વાત કરવામાં આવી રહી છે. વિકાસકાર્યોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણો થકી પ્રજામાં વિકાસની રાજનીતિને પ્રસ્થાપિત કરવા સતત પ્રયાસ થઈ રહ્યો છે. તેના ભાગરૂપે જ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

છેલ્લી બે ટર્મથી ગુજરાત લોકસભામાં તમામે તમામ ૨૬ બેઠકો ભાજપને ફાળે આપતુ રહ્યું છે. ત્યારે આ વખતે પણ પ્રધાનમંત્રીના હોમ ગ્રાઉન્ડમાં બધી બેઠકો પર લોકસભામાં કમળ ખીલવવા માટે હાલ ભાજપ એડીચોટીનું જાેર લગાવી રહ્યું છે. જેથી સતત પીએમ મોદી અને અમિત શાહ એક બાદ એક ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. આજે પણ અમિત શાહ ભારત સરકાર વતી ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ અર્પણ કરશે. ઉલ્લેખનીય છેકે, આજે મોડીરાત્રે કેન્દ્રીય ગૃહમંત્રીનું ગુજરાત આગમન થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. અમિત શાહ આવતીકાલે સરખેજના ઓકાફ તળાવના નવીનીકરણ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે.

જ્યારે ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોના પણ શ્રી ગણેશ કરશે. તે જ રીતે જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યો અને ત્રાગડ ગામના નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરવામાં આવશે તો ત્રાગડ ગામમાં નવનિર્મિત લલિતા ગોવિંદ ઉધાનનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવશે.અમિત શાહના આગમનને પગલે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરીમાં જાેતરાયું છે. છસ્ઝ્ર અને છેંડ્ઢછના વિકાસ કામોનું અમદાવાદીઓને ગૃહમંત્રીના હસ્તે ભેટ મળવા જઇ રહી છે. શાહના હસ્તે ગાંધીનગરના એરપોર્ટ સ્ટેશન પાસે બપોરે ૦૨ઃ૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરાશે. આમ લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાના ભાજપ દ્વારા કુલ સાત કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે જે સવારે ૯ઃ૪૫ કલાકથી શરૂઆત થશે અને બપોરે ૨ઃ૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સંપન્ન થશે.

Related Posts