આંકડાઓની માયાજાળ અને પ્રચારને પ્રાધાન્ય : અબજોપતિઓને રાહત : ગરીબ, મધ્યમવર્ગને ફરી લોલીપોપ
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ ગઇ કાલે નાણાંમત્રી દવારા રજુ કરાયેલ બજેટને નિરાશાજનક હોવાનું જણાવ્યું હતું.
પ્રમુખ ડી.કે. રૈયાણીએ જણાવ્યું હતું કે, બજેટમાં ૩ લાખ કરોડથી વધુ ટેકસ ભરતા કરદાતાઓને કોઈ નવી રાહતો કે ટેકસ સ્લેબમાં વધારો ન કરી લાખો કરદાતાઓને આ સરકારે નિરાશ કર્યા છે. મધ્યવર્ગને રાહતને બદલે કોર્પોરેટ ટેકસમાં રાહત આપી સરકારે ઉદ્યોગપતિઓને રાહત આપી છે.
નોકરીયાતો, મહિલાઓ, યુવાનો, ખેડૂતોને બજેટમાં કોઇ જ ફાયદો કરેલ નથી. કોરોનાકાળ માં પ્રજાએ ભોગવેલ હાડમારી અને તંત્રના વાંકે મૃત્યુ પામેલા કે કુટુંબના આધારસ્તંભ એવા વ્યકિતના નિધનથી નિરાધાર થયેલ પરિવારોને કોઈ સહાયકારી યોજનાની જાહેરાત કરી નથી.
નવી રોજગારીની તકો માટે કોઇ યોજનાઓ ન હોવાથી બેરોજગાર યુવાનોમાં પણ નિરાશા ફેલાઈ છે. વૃધ્ધોને પોતાની મરણમુડી પર સારી આજીવીકા મળે તે માટે વ્યાજદરમાં વધારો કરી રાહત આપવા કોઇ પગલા આ સરકાર દવારા લેવાયેલ નથી. ર૦રર માં ખેડૂતોની આવક ડબલ કરવાના ગપગોળા મારી ખોટા સ્વપ્નો બતાવ્યા પરંતુ કૃષિક્ષેત્રને રાહત માટે કોઇ યોજનાઓ લાવવામાં આવી નથી.
સ્ટાર્ટઅપ, સ્ટેન્ડપ ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયાના અગાઉના સુત્રો ગાયબ કરી આંકડાની માયાજાળા પાથરેલ છે. જંતુ નાશક દવાઓ પર જી.એસ.ટી. ન ઘટાડીને ખેડૂતો પર બોજનો પોટલો યથાવર રાખેલ છે. એકંદરે આ બજેટ ઉદ્યોગપતિઓને ફાયદાકારક, નાના અને લઘુ ઉદ્યોગો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે નિરાશાજનક હોય મધ્યમવર્ગને મોટા ઝટકા સમાન છે.
લાખો કરદાતાઓ પાસેથી અઢળક ટેકસની કમાણી કરી, પ્રધાનમંત્રીના બ્રાન્ડીંગ માટે જાહેરાતના ખર્ચ વધારનારૂ આ બજેટને જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે.



















Recent Comments