આજે ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા ડો. જીવરાજ મહેતા ચોક ખાતે આયોજન કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય મંત્રી અને અન્ય મહાનુભાવોએ શહેરના સહભાગી બની જાહેર માર્ગોની સાફ સફાઈ કરી હતી. આ પ્રસંગે સાંસદનારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ગાંધીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ આપી

Recent Comments