fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા અને દિલીપ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી તાલુકા ભાજપ ની ટિફિન મીટીંગ રવિવારે પીપળલગ મુકામે યોજાશે

અમરેલી તાલુકા ભાજપ ની ટિફિન મીટીંગ આગામી રવિવાર ના રોજ પીપલગ ગામે રામાપીરના મંદિર ખાતે યોજાનાર છે જેમાં ટિફિન મીટીંગ ના પ્રણેતા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ઇફકો ના ચેરમેન તેમજ ભાજપના પીઢ નેતા દિલીપભાઈ સંઘાણી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ તાલુકાભરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકામાં ટિફિન મીટીંગ માં એક નવો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં તમામ કાર્યકર્તા આગેવાનો ટીમ બનાવીને લોકોના ઘરે જઈ સરકારની યોજનાઓ વિશે માહિતી આપે છે સાથે સાથે ગામના સાર્વજનિક નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન હાથ ધરે છે જે પ્રશંસનીય છે પાર્ટીની બેઠકમાં ઉપસ્થિત રહેવા તાલુકાના તમામ ભાજપના કાર્યકર્તાઓ ને તાલુકા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા એ આમંત્રણ પાઠવ્યું છે

Follow Me:

Related Posts