અમરેલી

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ગાગડીયા નદી પર નવનિર્મિત ગોવિંદ કાકા ધોળકિયા સરોવરનું લોકાર્પણ

ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે ગાગડીયા નદી પર ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ગોવિંદ કાકા ધોળકિયા સરોવરનું લોકાર્પણ કર્યુ હતુ.કેન્દ્રીય મંત્રીશ્રીએ લીલીયા તાલુકાના બોડિયા ગામે ૩૪ કરોડ લિટર વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ સરોવરને ખુલ્લુ મૂકવાની સાથે આ તળાવનું અને તળાવ માટે થયેલી કામગીરીનું  નિરીક્ષણ કર્યુ હતુ.

કેન્દ્રીય મંત્રીશ્રીએદુધાળા સ્થિત હેતની હવેલી ખાતે યોજવામાં આવેલા આ તળાવના લોકાર્પણ સમારોહમાં કહ્યુ કેગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયનું મોટું અને મહત્વનું કાર્ય થઈ રહ્યું છેજળ એ જીવન છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કેએક પ્રકારે જળ સંચયના માધ્યમથી જીવન બચાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. એક સમયે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતોપરંતુ ગુજરાત રાજ્ય સરકારે જળસંચય અને વિતરણ માટેના સુદ્રઢ આયોજનોથી પાણીની સમસ્યાઓનું નિરાકરણ થયું છે.

રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષમાં મહાજનો એટલે કે વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા લોકોનું મહત્વનું યોગદાન રહ્યું છે, તે જ કડીમાં ગુજરાત રાજ્ય સરકાર સાથે સહયોગ કરીને જળસંચયનું લોકપયોગી કામ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યુ કે, ધોળકિયા પરિવારે તેમની સંપત્તિને સદમાર્ગે વાળીને જળ સંચયનું પુણ્ય કાર્ય કર્યુ છે. તેમણે આ જળ સંચયની આ કામગીરીમાં સહયોગ આપનાર તમામને પણ તેમના  સહયોગ માટે બિરદાવ્યા હતા.

મંત્રી શ્રીએ કહ્યુ કેજળ સંચયના કામથી ગામડાઓ હરિયાળા બનશેઉપરાંત તેમણે ગામડાના ભવિષ્યને ઉજ્જવળ ગણાવતા હોવાનું કહ્યુ. બદલાતો સમય જોઈ રહ્યા છીએ ત્યારે ભવિષ્યમાં લોકો ગામડામાં રહેવાનું ઉત્તમ માનતા હશે.        અંતમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના શ્રદ્ધાસભર વ્યક્તિત્વનો ઉલ્લેખ કરતા તેમના માટે આદરભાવ વ્યક્ત કર્યો હતો અને પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયાને જળસંચયના અવિરત કાર્યો કરતા રહેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જેમના નામ પરથી સરોવરનું નામકરણ કરવામાં આવ્યું છે, તેવા રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યુ કે, ઈશ્વર કૃપાથી જળ સંચયના કાર્યો માટે સહયોગ મળ્યો છે, સાથે જજળ સંચયના કાર્યોને લીધે પરિવાર અને સમાજ દ્વારા વિશેષ સન્માન મળ્યું છે, તેનો સ્વીકાર કરતા કહ્યુ કે, સ્નેહ સ્વરુપે ધોળકિયા પરિવાર દ્વારા જે સરોવરનું નામ, તેમના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું છે, તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયાએ, જળસંચય તેના કાર્યોમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના સહયોગનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત જળસંચય માટે વધુ કાર્યો કરવા માટે પ્રેરક બની હતી, જે અવિરત આગળ વધી રહી છે.ધોળકિયા કુટુંબના સદસ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને તેમના ગુરુ હોવાનું જણાવ્યુ હતુ. નવનિર્મિત તળાવનું નામકરણ શ્રી ગોવિંદકાકા ધોળકિયા સરોવર  ઋણ ચૂકવવાનો અવસર માન્યો હતો. આ સાથે તેમણે રાષ્ટ્ર, ધરતી અને પર્યાવરણના ઋણનો  પણ ઉલ્લેખ કર્યો હતો.

   આ સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને શંખનાદ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે શ્રી ઘનશ્યામભાઈ ધોળકિયાએ શાબ્દિક સ્વાગત અને શ્રી પિન્ટુભાઇ ધોળકિયાએ આભાર દર્શન કર્યુ હતુ.આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, ધોળકિયા પરિવારના સર્વશ્રી ધનજીદાદા, શ્રી તુલસીભાઈ, શ્રી નાગજીભાઈ, શ્રી રાહુલભાઈ સહિત અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts