કેન્દ્રીય મંત્રી રૂપાલાની અધ્યક્ષતામાં ‘‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’’ અંતર્ગત બેઠક યોજાઈ

ભારત સરકારના ફિશરીઝ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યશ્રી (રાજયસભા) ની ગ્રાંટમાંથી વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના કામોની સમીક્ષા બેઠક અમરેલી કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
આ બેઠકમાં સાંસદશ્રી દ્વારા સુચવેલ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના તમામ કામોનું મંત્રીશ્રી દ્વારા રીવ્યુ કરવામાં આવ્યું. તેમજ મંત્રીશ્રી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવેલા ૭ ગામો પર ખાસ ધ્યાન આપી અલગથી કામ વાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી તથા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના તમામ સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments