ભાવનગરના સાંસદ તથા ભારત સરકારના ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેઓ તા.૭મી સપ્ટેમ્બર,૨૦૨૪ને શનિવારના રોજ ૯:૩૦ કલાકે તળાજા ગવર્મેન્ટ હાઇસ્કૂલનું ભૂમિપૂજન, ગોરખી ગામે ૧૦:૩૦ કલાકે માતૃવન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૮મી સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભાવનગરની વાઘાવાડી રોડ, શિવા બિલ્ડીંગમાં (મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓફીસ ફોર પબ્લિક એડ્રેસ ભાવનગર-બોટાદ) ઓફીસનું ઓપનીંગ કરશે.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ભાવનગર જિલ્લાની મુલાકાતે

Recent Comments