fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબે અમરેલી જિલ્લાના વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપી

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી, રાજુલા, કોવાયા, સાવરકુંડલા, બાબાપુર સહિતના વિસ્તારમાં રૂપાલા સાહેબે પ્રવાસ કર્યો

અમરેલી નામને સમગ્ર રાષ્ટ્રમાં ખ્યાતિ અપાવનાર આપણા સૌનું ગૌરવ એવા કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આયોજિત સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉત્સાહભરી હાજરી આપીને સૌને પ્રેરણા પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમો દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમની સાથે હાજર રહ્યા હતા.રૂપાલા સાહેબે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના પ્રથમ વાર્ષિકોત્સવ ઉલ્લાસ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઇશ્વરિયા ખાતે આગામી તા. ૨૬ એપ્રીલના રોજ નવનિર્મિત ઇશ્વરીયા પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે યોજાયેલી મીટીંગમાં હાજરી આપી હતી.રાજુલાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર આયોજિત શિવ કથા અને નકુમ પરિવાર આયોજિત નવચંડી યજ્ઞમાં રૂપાલા સાહેબે વિશેષ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે રૂપાલા સાહેબે સાવરકુંડલા શહેર ખાતે યોજાયેલા સેવાસેતુ, વેક્સીનેશન અને પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત અમરેલીના બાબાપુર ખાતે અમરેલી તાલુકા ભાજપ દ્વારા આયોજિત ટિફિન મિટિંગ અને કુપોષિત બાળકોને ફ્રુટ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રવાસ દરમિયાન રાજુલામાં ખાતે જનસંઘ સમયના કાર્યકર્તા અને પરમ મિત્ર શ્રી ગૌતમ પંડ્યાજી ને એમના નિવાસ સ્થાને મળીને રૂપાલા સાહબે જૂની યાદો તાજી કરી હતી. આ પ્રવાસ દરમિયાન રૂપાલા સાહેબ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા સહિતના આગેવાનો જોડાયા હતાં

Follow Me:

Related Posts