fbpx
ગુજરાત

કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરાયો

કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર -૩ ન્યૂ ની આંગણવાડીની મુલાકાત કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીએ લીધી હતી. આ પાયલોટ પ્રોજેકટનો આરંભ કારવ્યો હતો. ગાંધીનગર ખાતે આંગણવાડીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીનો પ્રેમાળ સ્વભાવથી નાના ભૂલકાઓ તેમની સાથે હળીમળી ગયા હતા. તેમની ઉપસ્થિતિમાં કાર્યકર બેન પાસે નિયમિત કેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, તેને નિહાળી હતી. કેન્દ્રીય મંત્રીશ્રી નાના ભૂલકાઓના બાળ ગીત સાથેના નૃત્ય, શાકભાજી- ફળ ની ઓળખ કરવાની ક્ષમતા, રંગ ઓળખ જેવી બાબતોથી ખુશ થયા હતા. તેમણે ભૂલકાઓ સાથે વાતચીત કરીને બાળકોને સુખડી ખવડાવી હતી. તેમણે આંગણવાડીના ઈન્ફરાસ્ટ્રક્ચરનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ કેન્દ્રીય મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી અને ગુજરાતના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ ગુજરાત રાજ્ય સહિત દેશના પાંચ રાજ્યમાં અમલી થનાર પાયલોટ પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું. અને સગર્ભા, ધાત્રીમાતાને પોષણ ક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ કર્યું હતું.

પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ટેક હોમ રાશન (ટીએચઆર)નો લાભ ફકત વાસ્તવિક લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ સરકારશ્રીની ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફેસ ઓથેન્ટિકેશનથી લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખુબ જ સરળ પ્રક્રિયા છે.

જેમાં સૌપ્રથમ આંગણવાડી કાર્યકર (છઉઉ) દ્વારા લાભાર્થીના ચહેરાને એપમાં રજિસ્ટર કરવામાં આવશે. ત્યારબાદ દર વખતે ટીએચઆર વિતરણ સમયે, લાભાર્થીના ચહેરાને એપના માધ્યમથી મેચ કરવામાં આવશે. જેની સાથે લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ર્ં્‌ઁ મોકલવામાં આવશે. લાભાર્થીને મળેલ ર્ં્‌ઁને એપમાં દાખલ કરવામાં આવશે. સફળ ચહેરા ઓળખ અને ર્ં્‌ઁ ચકાસણી પછી જ, આંગણવાડી કાર્યકર લાભાર્થીને ટીએચઆર આપી શકશે. આ ફેસ ઓથેન્ટિકેશનથી આંગણવાડી કાર્યકરની કાર્યપદ્ધતિને વધુ સુચારુ અને પારદર્શક બનાવશે. આ એપ ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એક – એક ઘટકમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવી છે.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના સચિવ શ્રી અનિલ મલિક,ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, આઇ.સી.ડી.એસ. ના કમિશનર શ્રી ડો. રણજીત સિગ, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર શ્રી જે.એન.વાઘેલા સહિત મહિલા અને બાળ કલ્યાણ ના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts