કેન્દ્રીય રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ ગીર ગાય સંવર્ધન, કૃત્રિમ બીજદાન, ગીર ગાય ઓલાદ સુધારણા માટે બ્રાઝિલના પશુપાલન વિભાગના મંત્રી અને સંશોધન સંસ્થાઓ સાથે વિશદ ચર્ચા વિચારણાઓ કરી
—
કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ તાજેતરમાં બ્રાઝિલ દેશની ભારત સરકારના ડેલિગેશન સાથે મુલાકાત લીધી હતી.
ગીર ગાય સંવર્ધન, કૃત્રિમ બીજદાન, ગીર ગાય ઓલાદ સુધારણા માટે બ્રાઝિલના પશુપાલન વિભાગના મંત્રી અને ત્યાંની સંશોધન સંસ્થાઓ સાથે વિશદ ચર્ચા-વિચારણાઓ પણ મંત્રીશ્રીએ કરી હતી.
મહત્વનું છે કે, મંત્રીશ્રીનું વતન અમરેલી જિલ્લાનું ઇશ્વરીયા છે, જે અમરેલીથી ઘણું નજીક છે. મંત્રીશ્રીનો અભ્યાસ, કારકિર્દી, કામગીરી અને તેમનો બહોળો અનુભવ પણ અમરેલી સાથે સતત સંકળાયેલો છે. અમરેલી સાથેનો તેમનો લગાવ અને પ્રેમ જાણીતો છે. બ્રાઝિલ ખાતેના મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન તેમને આ “અમરેલી” શબ્દવાળી જગ્યા જોતાં જ મંત્રીશ્રીનેઅત્યંત ખુશી થઇ હતી. જો કે બ્રાઝિલમાં આ “અમરેલી” શબ્દ પીળા રંગ સાથે સંકળાયેલો છે, તેમ વિગતે જાણવા મળ્યું હતું. પણ ….. વિદેશની ધરતી પર તો વતન અમરેલીનો શબ્દ જોતાં મંત્રીશ્રીએ ફોટો ક્લિક કરાવવાની તક ઝડપી લીધી હતી.
Recent Comments