fbpx
ભાવનગર

કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાએ ભંડારીયા ગામે બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કર્યા

ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણીયા એ ભાવનગર જિલ્લાના ભંડારીયા શ્રી બહુચરાજીના દર્શને પહોંચ્યા અને માતાજીની મહાઆરતીમાં સામેલ થયા હતા.શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રી ને સાફો પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે આજે માઁ બહુચરાજીની મહાઆરતીનો લહાવો લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે,ત્યારે સર્વ ભાવેણા વાસીઓને સુખ,સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે તેવી અરજ કરી હતી,દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ,સૌના વિકાસની ગરબી પૂરપાટ ચાલી રહી છે.ત્યારે માઁ અંબે,માઁ બહુચરાજી દેશના વિકાસ માટે આપને સૌને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.આ પ્રસંગે મેયરશ્રી ભરતભાઈ બારડ,આગેવાનશ્રી અભયભાઈ ચૌહાણ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા અને આગેવાનો,સ્વયંમ સેવકો અને વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં

Follow Me:

Related Posts