ગુજરાત

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગરમાં રેલ્વે સ્ટેશન અને હોટલની મુલાકાત લીધી

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના મહેમાન બન્યા હતા. કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ પહોંચી ગયા છે અને તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન પર એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે, જેમાં રેલ્વે મંત્રી અને રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના મોડલને દેશભરના રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ માટે મોડલ બનાવવામાં આવશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગાંધીનગર રેલવે સ્ટેશનના લોકાર્પણ પહેલા તેનું નિરીક્ષણ કર્યુ હતું. અશ્વિની વૈષ્ણવે દેશના સૌપ્રથમ રી ડેવલોપ રેલ્વે સ્ટેશનને નિહાળ્યું હતું. રેલવે મંત્રીની સાથે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ અમદાવાદ પહોંચ્યા હતા અને તેમને પણ ગાંધીનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

Related Posts