કેન્દ્ર સરકારને દિલ્હીના સંદર્ભમાં કોઈપણ કાયદો બનાવવાનો અધિકાર છે ઃ અમિત શાહમણિપુર હિંસાના મુદ્દા પર સંસદમાં હંગામા વચ્ચે કેન્દ્ર સરકારે દિલ્હી સેવા બિલને સંસદમાં રજૂ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં વર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, ૨૦૨૩ (દિલ્હી સર્વિસિસ બિલ) પર સરકારનો પક્ષ રાખતા વિપક્ષ પર જાેરદાર હુમલો કર્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં સરકારની રચનાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે.તેમણે ૨૬ વિપક્ષી દળો દ્વારા મળીને બનાવવામાં આવેલા ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ. ગઠબંધન પર હુમલો કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું- વિપક્ષ વારંવાર કહી રહ્યું છે કે આ બિલ સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ લાવવામાં આવી રહ્યું છે. તમે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનો ફક્ત તમારો મનપસંદ ભાગ જ વાંચ્યો છે. જાે તમે તેને સંપૂર્ણ રીતે વાંચશો તો તમને ખબર પડશે કે કોર્ટે પણ પોતાના આદેશમાં લખ્યું છે
કે કેન્દ્ર સરકારને દિલ્હીના સંદર્ભમાં કોઈપણ કાયદો બનાવવાનો અધિકાર છે.ગૃહમંત્રીએ કહ્યું- દિલ્હી સેવા બિલ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે સંસદને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે. તે મુજબ આજનું બિલ લાવવામાં આવી રહ્યું છે.અમિત શાહે દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી પર આ દરમિયાન કટાક્ષ પણ કર્યો. તેમણે કહ્યું- વર્ષ ૨૦૧૫માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી જેનો ઈરાદો માત્ર લડવાનો હતો, સેવા કરવાનો નહીં. અમિત શાહે કહ્યુ કે સમસ્યા ટ્રાન્સફર-પોસ્ટિંગ કરવાનો અધિકાર હાસિલ કરવાની નથી, પરંતુ પોતાના બંગલો બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે તકેદારી વિભાગ પર કબજાે કરવાનો છે. અમિત શાહે ૨૬ વિપક્ષી પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ.ગઠબંધન પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે ગઠબંધન કરી લો પરંતુ ફરીવાર મોદીજીની સરકાર બનવાની છે.
અમિત શાહે કહ્યું- જાે તમને લાગે છે કે ગઠબંધન કરીને તમે જનતાનો વિશ્વાસ મેળવશો, પરંતુ તમારા કૌભાંડોને કારણે તમે ત્યાં જ બેઠા છો. હું કોંગ્રેસને કહું છું કે બિલ પસાર થયા પછી તેઓ (આમ આદમી પાર્ટી) તમારી સાથે આવવાના નથી. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે હું તમામ પક્ષોને વિનંતી કરું છું કે ચૂંટણી જીતવા માટે કોઈપણ પક્ષને સમર્થન કે વિરોધ કરતા હોય, આવી રાજનીતિ ન કરવી જાેઈએ. નવું ગઠબંધન બનાવવાના ઘણા રસ્તાઓ છે. દેશના ભલા માટે ખરડા અને કાયદાઓ લાવવામાં આવે છે, તેથી દિલ્હીના ભલા માટે તેનો વિરોધ અને સમર્થન કરવું જાેઈએ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશ શાસન દ્વારા પંજાબ પ્રાંતમાંથી મહેરૌલી અને દિલ્હી બે તાલુકાઓને અલગ કરીને ૧૯૧૧માં દિલ્હીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૧૯ અને ૧૯૩૫ માં, બ્રિટિશ સરકારે મુખ્ય કમિશનર પ્રાંતને સૂચિત કર્યું અને દિલ્હીને મુખ્ય કમિશનર પ્રાંત હેઠળ મૂકવામાં આવ્યું.
અમિત શાહે કહ્યું- આઝાદી પછી એક સમિતિએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાની ભલામણ કરી હતી. જ્યારે આ ભલામણ બંધારણ સભાના સભ્યો સમક્ષ આવી ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ સહિતના મોટા નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. એક તબક્કે, પંડિત નેહરુજીએ તો એમ પણ કહ્યું હતું કે નવી દિલ્હીમાં ત્રણ-ચતુર્થાંશ મિલકત કેન્દ્ર સરકારની હોવાથી, તે કેન્દ્ર પાસે રહે તે તાર્કિક રહેશે. અમિત શાહે કહ્યું- ભારતની રાજધાની તરીકે અહીં ભાગ્યે જ કોઈ સ્થાનિક વહીવટીતંત્રને સત્તા આપી શકાય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ આના ઉદાહરણો આપ્યા છે. તેમણે કહ્યું કે આ માટે અલગ વ્યવસ્થા થવી જાેઈએ. દિલ્હીને ૧૯૯૧માં વિધાનસભા આપવામાં આવી હતી, પરંતુ તે પહેલા રાજ્ય પુનર્ગઠન પંચની ભલામણના આધારે ૧૯૫૬માં તેમાંથી છીનવી લેવામાં આવી હતી.
Recent Comments