કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યુંદ્ગઝ્રઝ્રહ્લએ છેલ્લા ૪ દિવસમાં ખેડૂતો પાસેથી ૨૮૦૦ ટન ડુંગળીની ખરીદી કરી
ટામેટા બાદ ડુંગળીના ભાવે સામાન્ય જનતાને રડાવ્યા છે. જાે કે, સરકારે કિંમતો અને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે તેનો બફર સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. દ્ગઝ્રઝ્રહ્લએ છેલ્લા ૪ દિવસમાં ખેડૂતો પાસેથી ૨૮૦૦ ટન ડુંગળીની ખરીદી કરી છે. આ સાથે સરકારે બફર સ્ટોકનો લક્ષ્યાંક ૩ લાખ ટનથી વધારીને ૫ લાખ ટન કર્યો છે. સરકારે ખેડૂતોને ભાવ વધવાના અને પાકને નુકસાન થવાના ડરથી ઉતાવળમાં કે ગભરાટમાં વેચાણ ન કરવાની અપીલ કરી છે. દ્ગઝ્રઝ્રહ્લ અને દ્ગછહ્લઈડ્ઢ ખેડૂતોની ડુંગળી વ્યાજબી દરે ખરીદશે. હાલમાં બજારમાં ડુંગળીના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી છે. બે સરકારી સમિતિઓ દ્ગઝ્રઝ્રહ્લ અને દ્ગછહ્લઈડ્ઢએ જણાવ્યું હતું કે તેમણે ડુંગળીના ભાવ સ્થિર રાખવા અને ફુગાવાને રોકવા માટે ૨૨ ઓગસ્ટથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરી છે.
મહારાષ્ટ્રમાં લગભગ ૧૨-૧૩ ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને જાે માંગ વધશે તો આ કેન્દ્રો વધુ વધારવામાં આવશે. છેલ્લા ૪ દિવસમાં સરકારી સમિતિઓએ ખેડૂતો પાસેથી વ્યાજબી દરે ૨,૮૨૬ ટન ડુંગળી ખરીદી છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે ૨૪૧૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળીની ખરીદી કરી છે, હાલમાં તે ૧૯૦૦-૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેની નિકાસ પર ૪૦ ટકા ડ્યુટી લગાવી છે. તમને જણાવી દઈએ કે, નવા ફી દર ૩૧ ડિસેમ્બર સુધી લાગુ રહેશે. સરકારનું માનવું છે કે આગામી દિવસોમાં દુનિયાભરમાં ડુંગળીના ભાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડુંગળીના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. સરકારને ડર છે કે ડુંગળીના ભાવ ટામેટાં જેવા થઈ શકે છે, તેથી સરકાર આ સાવચેતીનું પગલું લઈ રહી છે. ડુંગળી, ટામેટા અને શાકભાજીના ભાવે પણ ઇમ્ૈંની ચિંતા વધારી છે.
Recent Comments