રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી અસરગ્રસ્ત ત્રણ રાજ્યોને સહાય આપવાની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને ૬૭૫ કરોડ રૂપિયાને રિલીઝને મંજૂરી આપી
ભારત સરકારે જીડ્ઢઇહ્લમાંથી ૨૧ રાજ્યોને ૯૦૪૪.૮૦ કરોડ રૂપિયા, રૂ. દ્ગડ્ઢઇહ્લ તરફથી ૧૫ રાજ્યોને રૂપિયા ૪૫૨૮.૬૬ કરોડ રૂપિયા આપ્યા થોડા દિવસો પહેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો (ૈંસ્ઝ્ર્‌જ) પૂરથી અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે નિયુક્ત કરવામાં આવી હતી, જેમને સ્થળ પરીક્ષણ તથા સર્વે માટે અલગ અલગ રાજ્યોની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત ૩ રાજ્યો માટે સહાયની કરી જાહેરાત કરી છે, જેમાં મણિપુર ને ૫૦ કરોડ, ત્રિપુરા ને ૨૫ કરોડ સહાય અને ગુજરાતને ૬૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે.

૧૫ સપ્ટેમ્બરથી ૩ દિવસ માટે કેન્દ્રીય ટિમ ગુજરાતની પણ મુલાકાતે હતી. ગુજરાતમાં વડોદરા સહિત ૧૪ જિલ્લાઓ જે પુર અસરગ્રસ્ત હતા, ત્યાં નુકસાનીનો સર્વે કરાયો હતો. રાજ્ય દ્વારા અંદાજીત ૯૦૦ કરોડના નુકસાન અંગે ટીમ ને જણાવવામાં આવ્યું હતું. જેમાંથી ૬૦૦ કરોડની રાહત મંજુર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત સરકારે જીડ્ઢઇહ્લમાંથી ૨૧ રાજ્યોને ૯૦૪૪.૮૦ કરોડ રૂપિયા, રૂ. દ્ગડ્ઢઇહ્લ તરફથી ૧૫ રાજ્યોને રૂપિયા ૪૫૨૮.૬૬ કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (જીડ્ઢસ્હ્લ) તરફથી ૧૧ રાજ્યોને રૂપિયા ૧૩૮૫.૪૫ કરોડની સહાય રિલીઝ કરી છે.

Follow Me:

Related Posts