રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે DA માં ૫ ટકાનો કર્યો વધારો, કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. જેના કારણે છત્તીસગઢ રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી રાહત મળી છે કારણ કે છત્તીસગઢ સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે, છત્તીસગઢ સરકારી કર્મચારીઓ માટે ડીએ હવે ૩૩ થી વધીને ૩૮ ટકા થઈ ગયું છે. જાે કે, તે હજુ પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા ડીએ કરતા ઓછો છે. અગાઉ માર્ચમાં, કેન્દ્ર સરકારે ડ્ઢછમાં ૪ ટકાનો વધારો કર્યો હતો, જે જાન્યુઆરી ૨૦૨૩ થી તેને ૪૨ ટકા કરશે. ૭મા પગાર પંચ હેઠળ ડીએમાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે અને વર્તમાન મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક વધારો કરવામાં આવશે. સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મળવાની આશા છે. છત્તીસગઢમાં ડીએ વધારવાના ર્નિણયને આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે જાેડવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં પણ આવો જ ડીએ વધારો થયો છે. જ્યાં ચૂંટણી થવાની છે. મધ્યપ્રદેશમાં, ડીએ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ ૪૨ ટકા પર પહોંચી ગયું છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં આ ર્નિણયથી લગભગ ૪ લાખ કર્મચારીઓને ફાયદો થવાની આશા છે. ડીએમાં આ વધારાથી રાજ્ય સરકારના નાણાં પર રૂ. ૧૦૦૦ કરોડનો વધારાનો બોજ વધશે.

Related Posts