રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર કોરોના સામેની મહામારી સામે લડવા માટે સજ્જ

એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીર હવે દેશની ૧૩ કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે. આ દવા ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને રોગ થવાનું જાેખમ વધારે હશે. આ દવા કોરોના સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સંશોધન દર્શાવે છે કે જે દર્દીઓને મોલનુપીરાવીર દવા આપવામાં આવી હતી તેઓને ૧૪ દિવસના નિરીક્ષણ દરમિયાન પ્રમાણભૂત સંભાળ મેળવનારા દર્દીઓની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબ જ ઓછી જરૂરિયાત હતી.સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, ઝ્રર્હ્વિીદૃટ્ઠટ ભારતમાં બનેલી પ્રથમ ‘ઇમ્ડ્ઢ પ્રોટીન સબ-યુનિટ વેક્સિન’ છે. તેને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા બનાવવામાં આવી છે.

મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે , ‘તે હેટ્રિક છે! હવે તે ભારતમાં વિકસિત ત્રીજી રસી બની ગઈ છે.’ નેનોપાર્ટિકલ વેક્સિન કોવોવેક્સ પુણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનાવવામાં આવશે.દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ વચ્ચે કેન્દ્ર સરકાર કોરોના સામેની મહામારી સામે લડવા માટે સજ્જ છે. દેશમાં કોરોનાને સંપૂર્ણ રીતે હરાવવા માટે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોરોના વેક્સિન કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરવીરના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.

Related Posts