fbpx
અમરેલી

કેન્દ્ર સરકાર દ્ધારા, હિન્દુસ્તાન ઓર્ગેનીક કેમીકલના ડાયરેકટર તરીકેની વરણીને જીલ્લાભરમાંથી ભાજપના કાર્યકરો દ્ધારા આવકાર

છેલ્લા ૩ દાયકાથી પણ વધુ સમયથી, ભાજપમાં સક્રિય અને સંગઠૃનમાં જીલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ મીડીયા સેલ, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી, જૂનાગઢના પ્રભારી અને હાલ ભાવનગર જીલ્લાના સંગઠૃન પ્રભારી તરીકે – એમ વિવિધ જવાબદારી નિભાવી ચુકેલ ડો.ભરત કાનાબારની કેન્દ્ર સરકારે, ભારત સરકારના જાહેર સાહસ હિન્દુસ્તાન ઓર્ગેનીક કેમીકલના ડાયરેકટર તરીકે નિમણૂંક કરાતાં, જીલ્લાભરમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્ધારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

બાબરા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ – પૂર્વ શહેર પ્રમુખ લલિતભાઈ આંબલીયા, જીલ્લા ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા, પૂર્વ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, બાબરા શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડીયા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી કાંતિભાઈ દેત્રોજા, મોટા દેવળીયાના પૂર્વ તા. પંચાયત સદસ્ય અશ્વિનભાઈ ઓડીયા, પૂર્વ તા. પંચાયત સદસ્ય તખુજી રાઠોડ, પૂર્વ તા.પંચાયત સદસ્ય દેવચંદભાઈ કોલડીયા, બાબરા શહેર ભાજપ ઉપપ્રમુખ
દીપકભાઈ કનૈયા, યુવા મોરચાના સંદીપ રાદડીયા, ચિતરંજનભાઈ છાંટબાર, બાબરા શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, અંકુરભાઈ જસાણી, ન.પાલિકાના પૂર્વ પ્રમુખ હસનભાઈ અગવાન, એડવોકેટ કીરીટભાઈ પરવાડીયા, મંથનભાઈ આંબલીયા, નરેશભાઈ મારૂ, પંકજભાઈ ઈન્દ્રોડીયા, સવજીભાઈ બાંભવા, વસંત તેરૈયા – વિગેરેએ ડો.કાનાબાર સાહેબનું શાલ અને પુષ્પગુચ્છ દ્ધારા સન્માન કર્યુ હતું.

Follow Me:

Related Posts