કેન્દ્ર સરકાર દ્વારા ભારતથી કેનેડાની સીધી ફ્લાઇટને લીલીઝંડી
કેનેડાની સરકારના ર્નિણયને આવકારતા કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશ્નર અજય બિસરિયાએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની હવાઇ મુસાફરીને હળવી અને સામાન્ય બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું છે. પ્રતિબંધ ઉઠી જતાં હવે એર કેનેડા અને એર ઇન્ડિયા દિલ્હીથી ટોરન્ટો અને વેનકુંવરની ૨૭ સપ્ટેમ્બરથી દૈનિક સીધી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાે કે કોઇ ત્રીજા દેશમાં થઇને ઇન્ડાયરેક્ટ રૂટના માર્ગે કેનેડા જતાં મુસાફરોએ ત્રીજા દેશમાઁથી કોરોના નેગેટિવ રિપોર્ટ કઢાવેલો હોવો જાેઇશે.ભારતથી આવી રહેલી સીધી ફ્લાઇટ ઉપર છેલ્લા પાંચ મહિનાથી મૂકેલા પ્રતિબંધને ઉઠાવી લેતાં કેનેડાની સરકારે કહ્યું હતું કે ભારતથી આવનારી તમામ સીધી ફ્લાઇટને સોમવારથી કેનેડાના એરપોર્ટ ઉપર ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે.
સરકારના ર્નિણયની જાહેરાત કરતાં કેનેડાના પરિવહન મંત્રીએ શનિવારે એક ટિ્વટ કરીને કહ્યું હતું કે ૨૭ સપ્ટેમ્બરના ૦૦.૦૧ કલાકથી ભારતથી આવનારી તમામ સીધી ફ્લાઇટને જાહેર આરોગ્યના તમામ જરૂરી પગલાંનું પાલન કરવાની શરતે કેનેડાના તમામ એરપોર્ટ ઉપર ઉતરવાની મંજૂરી આવે છે. કેનેડાની મુલાકાતે આવનારા મુસાફરે વિમાનમાં બેસવાના ૧૮ કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ ઉપર માન્ય રખાયેલી લેબોરેટરીમાંથી કઢાવેલો કોરોનાનો નેગેટિવ રિપોર્ટનો પૂરાવો રજૂ કરવાનો રહેશે એમ મંત્રીએ તેમના ટિ્વટમાં ઉર્મ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં ભારતમાં જ્યારે કોરોનાની બીજી લહેર ત્રાટકી હતી ત્યારે કેનેડાની સરકારે કેનેડાથી ભારતની આવતી અને જતી એમ તમામ પ્રકાર ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લેવા અનેકવાર તારીખની જાહેરાત કરી હતી પરંતુ અનેક કારણોસર તે તારીખોમાં બદલાવ કરાયો હતો.
Recent Comments