ભાવનગર

કેન્સર અને નપુંસકતાથી વિશ્વ ખતમ થઇ રહ્યું છે. બચવાનો એકમાત્ર માર્ગ પ્રાકૃતિક ખેતી છે

સંસ્થા સેતુ પાલિતાણા દ્વારા પ્રબુદ્ધજનોને અપાયેલ આહ્વાનનો પહેલો પ્રતિસાદ કેળવણી ક્ષેત્રમાંથી સાંપડ્યો છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સદસ્ય વિજય ચૌહાણ ના સાદ પર યોજાયેલ ‘સ્વાસ્થ્ય સર્વદા’ કાર્યક્રમમાં પ્રાથમીક – માધ્યમિક શિક્ષકો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતા. તા.17 ડિસેમ્બર શનિવારે કન્યાવિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નરેન્દ્ર ત્રિવેદી એ સૌનું સ્વાગત કરવા સાથે નૂતન અભિયાનની આવશ્યકતા અને તેમાં શિક્ષકની ભૂમિકા વિશે જણાવેલ.

પ્રાકૃતિક ખેતી પ્રચારક રોહિત ગોટી એ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે વિશ્વની પ્રમુખ સમસ્યાઓ જેવી કે વકરતાં જીવલેણ રોગો, ઘટતાં જળ સ્તર , ગ્લોબલ વોર્મિંગ હિંસા આતંકવાદ આ તમામનુ મૂળ અસંખ્ય જીવોને મારી કરાતી પાપની ખેતીમાંથી ઉતપન્ન વિષ યુક્ત ખોરાક છે. ગૌ આધારિત મૂળ ભારતીય કૃષિ કલાને અપનાવીને જ જગત સર્વનાશથી બચી શકશે. ખેડૂતોમાં નોંધપાત્ર જાગૃતિ આવેલ છે. ઉપભોક્તા પણ જાગે એ જ શહેરમાં આવા કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ છે. વિશેષ અતિથી મહાત્મા પ્રફુલભાઈ સેંજળીયાએ રાજીપો વ્યક્ત કરી આર્શીવાદ પાઠવેલ. કાર્યક્રમનું સંચાલન નાથાભાઈ ચાવડા એ કરેલ.

Follow Me:

Related Posts