fbpx
રાષ્ટ્રીય

કેપ્ટન અમરિંદરસિંહની અમિત શાહ સાથે મુલાકાત

પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી- પંજાબ લોક કોંગ્રેસ ગઠબંધનના આધારે જ આગળ વધવાનો ર્નિણય લઈ લીધો છે. જાે કે આ ગઠબંધનમાં ભાજપ જ મોટી પાર્ટી હશે અને રાજ્યની ૭૦થી વધુ સીટોં પર ચૂંટણી લડવાની શક્યતાઓ છે. પજાબ વિધાનસભાની કુલ ૧૧૭ સીટોં છે. બંને સિનીયર નેતા પંજાબમાં સીંટોની વહેંચણી બાબતે વાતચીત થઈ છે.

કેપ્ટને પહેલેથી જ સંકેત આપ્યા હતા અમરિંદર સિંહ પહેલેથી જ ભાજપની સાથે રહેશે તેવી અટકળો ચાલી રહી હતી. કેપ્ટને પણ પહેલેથી જ સંકેત આપ્યા હતા કે તેઓ ભાજપની સાથે ગઠબંધન કરી શકે છે. એક ઈન્ટરવ્યુમાં જ તેમણે કહ્યુ હતુ કે ભાજપની સાથે ગઠબંધન માટે મારી એકમાત્ર શરત ખેડૂત આંદોલન જ હશે. તેમણે જણાવ્યું હતુ કે વડાપ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે તેમની વાત પહેલેથી જ થઈ ગઈ છે. જ્યારે નવી પાર્ટી બનાવવાની સાથે જ કેપ્ટને ભાજપની સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. આ ગઠબંધનને આકાર આપવા માટે કેપ્ટને વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ વાત કરી હતી. જાે કે ભાજપ હાઈકમાન્ડે આ અંગે લાંબા સમય સુધી મૌન સેવ્યું હતું.

પંજાબ લોક કોંગ્રેસમાં અધ્યક્ષ અને પંજાબમાં પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પંજાબ ભાજપમાં પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર રહ્યા હતા.માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં પંજાબની ચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય પંજાબમાં સીટોંની વહેંચણી મુદ્દે પણ ચર્ચાઓ થઈ છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં પંજાબની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં હવે સાથે મળીને ચૂંટણી લડવા માટે ભાજપ, કેપ્ટન અને ઢીંઢસાની સાથે ઝડપથી સીટોંની વહેંચણીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

Follow Me:

Related Posts