કેપ્ટન મિલરનું ટિઝર રિલીઝ, દમદાર ટિઝર જાેઇ ફેન્સ બોલ્યા “વાહ”
નેશનલ એવોર્જ વિનર એક્ટર ધનુષ આજે એનો ૪૦મી બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. મલ્ટી ટેલેન્ટેડ એક્ટર દરેક ફિલ્મની સાથે નવા રૂપમાં અલગ અવતારમાં જાેવા મળે છે. જાે કે દર્શકોને આ લુક્સ બહુ ગમે છે. હાલમાં ધનુષ એરપોર્ટ પર મોટી દાઢી અને વાળમાં સ્પોટ થયો હતો, જે પરથી અલગ અંદાજાે લગાવી શકાય છે કે એની આગામી ફિલ્મમાં કેવી ભૂમિકાની ડિમાન્ડ હશે. જાે કે આ વાત સાચી નિકળી. ધનુષના જન્મદિવસે રાત્રે ૧૨ વાગે એની આગામી ફિલ્મ કેપ્ટન મિલરનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ટિઝરમાં તમે ધનુષનો નવો અવતાર જાેઇ શકો છે. જાે કે આ લુકમાં ધનુષને જાેઇને દર્શકો પણ ચોંકી ઉઠ્યા છે. ટિઝરમાં હાઇ ઓક્ટેન એક્શનથી ધનુષે લોકોનું દિલ જીતી લીધુ છે. ધનુષે એના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોસ્ટ એવેટેડ કેપ્ટન મિલરનું ટિઝર રિલીઝ કરીને પોતાના જન્મ દિવસની ઉજવણી શરૂ કરી છે. ફિલ્મનું પહેલું ટિઝર જબરજસ્ત છે. આ ટિઝર કુલ ૧.૩૩ મિનિટનું છે. અરુણ મથેશ્વરન દ્રારા નિર્દેશિત આ ફિલ્મ દુનિયાભરના સિનેમાલવર્સ માટે ખાસ ગિફ્ટથી ઓછુ નથી. કેપ્ટન મિલર ટિઝરથી અહિંયા એક હિંટ મળે છે કે આ ફિલ્મ મિલર એટલે કે ઇસા એનાલીસન નામની એક વ્યક્તિની કહાની છે. જેના વોન્ટેડના પોસ્ટર ટિઝરમાં જાેવા મળે છે. પોસ્ટરમાં એને શોધવા માટે મોટી રકમ ઇનામમાં મળવાની વાત કહી છે. ત્યારબાદ ટિઝરમાં હાઇ વોલ્ટેજ એક્શન સીન્સ જાેવાની મજા તમે માણી શકો છો. પહેલાં એ સમાચાર આવ્યા હતા કે ધનુષ તમિલ સિનેમામાં એની આગામી ફિલ્મ માટે સાની કાયિધામ ફેમલ નિર્દેશક અરુણ મથેશ્વરનનો હાથ પકડી રહ્યા છે. ઐતહાસિક એક્શન એડવેન્ચર ફિલ્મનું નામ કેપ્ટન મિલર રાખવામાં આવ્યુ છે. આ એક ફિલ્મ મેકિંગના લાસ્ટ સ્ટેપ પર છે. ફિલ્મમાં ધનુષની સાથે મુખ્ય ભૂમિકામાં પ્રિયંકા અરુલ મોહન છે. આ સાથે ફિલ્મમાં નાસર, એલંગો કુમારવેલ, સુદીપ કિશન, જાેન કોકકેન, એડવર્ડ સોનેનબ્લિક, વિનોથ કિશન, બાલા સરવનન જેવા અનેક કલાકાર શામેલ છે.
Recent Comments