રાષ્ટ્રીય

કેબિનેટમાં મંજુરી પ્રમાણે છોકરીઓના લગ્નની ઉંમર ૨૧ વર્ષ ગણાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦ ના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ યોજનાની જાહેરાત કર્યાના એક વર્ષ કરતાં વધુ સમય પછી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય ૧૮ થી વધારીને ૨૧ વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. મંજૂરી જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા ડિસેમ્બર ૨૦૨૦ માં નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે, જે “માતૃત્વની ઉંમરને લગતી બાબતો, સ્સ્ઇ ઘટાડવાની આવશ્યકતાઓ”, પોષણમાં સુધારો કરવા માટે રચવામાં આવી હતી. જેટલીએ કહ્યું કે તેમની ભલામણોનો ઉદ્દેશ્ય વસ્તીને નિયંત્રિત કરવાનો નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજેતરના ડેટા અનુસાર, કુલ પ્રજનન દરમાં ઘટાડો થયો છે અને વસ્તી નિયંત્રણમાં છે. છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારવાનો હેતુ મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે. ગયા મહિને નવેમ્બરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વે-૫ના બીજા તબક્કાના ડેટા જાહેર કર્યા હતા, જેમાં પ્રજનન દરમાં ઘટાડો નોંધાયો હતો. તે ૨.૨ થી ઘટીને બે પર આવી ગયો છે. ૨૦૦૫-૦૬માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૩ દરમિયાન ભારતનો ્‌હ્લઇ ૨.૭ હતો, જે ૨૦૧૫-૧૬માં ઘટીને ૨.૨ થયો હતો. ્‌હ્લઇ માં ઘટાડો સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં દેશમાં વસ્તી વિસ્ફોટ થવાનો નથી.કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં સરકારનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય મર્યાદા ટૂંક સમયમાં ૧૮ થી વધારીને ૨૧ વર્ષ કરવામાં આવી શકે છે. આ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંબંધિત બિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. લગ્નની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. હાલમાં આ કાયદામાં છોકરીઓના લગ્નની વય મર્યાદા ૨૧ વર્ષ નક્કી કરવામાં આવી છે. કેબિનેટની મંજૂરી બાદ, સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ, ૧૯૫૫ જેવા અંગત કાયદામાં સુધારા લાવશે.

Related Posts