fbpx
અમરેલી

કેબિનેટ મંત્રીશ્રી ચુડાસમાએ સરંભડા શાળાની મુલાકાત લઈ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું

વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના પાંચમા દિવસે આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે અમરેલીના સરંભડા ગામની શાળા ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મંત્રીશ્રીએ શાળાની મુલાકાત લઈ શાળામાં સ્વ. બચુભાઈ દોંગાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુકવામાં આવેલા પ્રદર્શનો નિહાળી ભૂલકાઓ સાથે સંવાદ કર્યો હતો.

આ તકે આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુશ્રી અલ્કાબેન ગોંડલીયા, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, મહામંત્રીશ્રી રાજેશભાઈ, અગ્રણી સર્વ શ્રી રામભાઈ, રેખાબેન, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ ખેતીવાડી, બાગાયત, વીજ વિભાગ અને શિક્ષણ વિભાગ સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts