સમગ્ર અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ જ્યારે વિનાશ વેર્યો છે ત્યારે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે ખાંભા, રાજુલા અને જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત સામગ્રી તેમજ ફૂડ પેકેટોનું વિતરણ કર્યું હતું.
મંત્રીશ્રી તેમજ એમના વિસ્તારની સ્વયંસેવકોની ટીમ દ્વારા રાજુલા તથા જાફરાબાદ તાલુકા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને માટે ૧૨૦૦ કિલો અને ૨૦૦ કિલો ગાંઠિયાના ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. આ દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત દરમિયાન કડીયાળી, નીંગાળા, પીપાવાવ ધામ, વિક્ટર, મજાદર, કથીવદર, સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચ બંદર, કેરાળા, ધારાબંદર, રોહિસા, બલાણા, વઢેરા, બાબરકોટ, ભાંકોદર, લોથપુર, કાગવદર ભાટવદર જેવા ગામોમાં રાહત સામગ્રી મોકલી ફૂડ પેકેટોનું વિતરણ કર્યું હતું.
Recent Comments