કેબિનેટ મંત્રી વસાવાએ કોરોનાને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સાથે સુરુચિ ભોજન લીધું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના બીજા દિવસે આજે સંવેદના દિનની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા આજે અમરેલીની મુલાકાતે હતા.
મંત્રીશ્રીએ કોરોના કાળમાં કોરોનાને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સાથે સુરુચિ ભોજન લઇ તથા તેઓની સાથે સંવેદનાસભર વાર્તાલાપ કરી આ બાળકો પ્રત્યે પોતાનો સ્નેહભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ સહિતના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments