રાષ્ટ્રીય

કેબિનેટ સેક્રેટરી મીટીંગમાં અટકેલા ડીએ એરિયરને લઇને થઇ શકે છે જાહેરાત!

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે જાે તમે પણ ૧૮ મહિનાથી લટકેલા ડીએ એરિયરની રાહ જાેઇ રહ્યા છો તો નવેમ્બર મહિનામાં જ તમને ખુશખબરી મળી શકે છે. કેબિનેટ સેક્રેટરી મીટીંગમાં અટકેલા ડીએ એરિયરને લઇને જાહેરાત થઇ શકે છે. કર્મચારી અને પેંશનર્સ યૂનિયનના પ્રતિનિધિ મીટીંગમાં બાકી પેમેંટ કરવાની ભલામણ કરશે. તમને જણાવી દઇએ કે સરકાર તરફથી અત્યાર સુધી પેમેન્ટને લઇને સહમતિ બની નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી જ આ પૈસા આપવા માટે સહમતિ બની શકે છે. કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૦ થી જૂન ૨૦૨૧ વચ્ચે ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને મિનિમમ સેલરી ૧૮૦૦૦ રૂપિયા છે. જાે તેના જણાવીએ તો (૪૩૨૦ ૩૨૪૦ ૪૩૨૦ રૂપિયા) ૧૧,૮૦૦ રૂપિયા મળશે. માનવામાં આવી રહ્યું છે કે પહેલો હપ્તો જાન્યુઆરીથી જુલાઇ ૨૦૨૦ માટે ૪૩૨૦ રૂપિયા હશે.

જુલાઇથી ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે ૩,૨૪૦ રૂપિયા અને જાન્યુઆરીથી જુલાઇ ૨૦૨૧ વચ્ચે એરિયર ૪,૩૨૦ રૂપિયા હશે. તાજેતરમાં કે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે, ત્યારબાદથી કર્મચારીઓને ૩૮ ટકાના દરથી ડીએ મળી રહ્યું છે. આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૩ માં કર્મચારીઓના ડીએમાં ફરીથી વધારો કરી દેવામાં આવશે. દોઢ વર્ષથી થઇ રહી છે માંગ?.. ડીએ એરિયર () ની ડિમાંડને લઇને કર્મચારીઓએ કોર્ટમાં પણ અપીલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે સરકારને એમ કહીને વિચાર કરવા માટે કહ્યું હતું કે આ કર્મચારીઓનો હક છે, તેને ફ્રીજ કરી શકાય છે પરંતુ રોકી શકાય નહી. કર્મચારી દોઢ વર્ષથી લઇને તેની માંગ કરી રહ્યા છે.

Related Posts