કેમ વિશ્વ સામાજિક ન્યાય દિવસની કરાય છે ઉજવણી? જાણો તેનું ખાસ મહત્વ
વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે ૨૦મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવને ખતમ કરવા માટે વિવિધ સમુદાયોને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક લાવવાનો છે. જેનાથી સામાજિક રીતે એકીકૃત સમાજ બનાવવામાં આવી શકે. ઉજવણીનો મુખ્ય હેતુ વિષે જાણો.. લોકોને સામાજિક ન્યાયના સિદ્ધાંતો વિશે જાગૃત કરવા માટે દર વર્ષે ૨૦મી ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવણી કરાય છે.
જેથી કરીને યુવાઓને સામાજિક અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા અંગે તથા લિંગ, આયુ, નસ્લ, જાતિય, ધર્મ, સંસ્કૃતિ કે અક્ષમતાઓ અંગેના વિધ્નો દૂર કરવા માટે જાગૃત કરી શકાય. આ દિવસે અનેક શાળાઓ, કોલેજાે અને યુનિવર્સિટીઓ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે અને ગરીબ, સામાજિક, અને આર્થિક બહિષ્કાર કે બેરોજગારી સંબંધિત વિષયો પર કાર્યક્રમ પણ યોજે છે. ઈતિહાસ વિષે જાણો.. ૨૬ નવેમ્બર ૨૦૦૯માં પોતાના ૬૨માં સેશનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૦ ફેબ્રુઆરીને વૈશ્વિક સામાજિક ન્યાય દિવસ તરીકે જાહેર કર્યો. પહેલીવાર ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ આ દિવસની ઉજવણી થઈ. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ૈંન્ર્ં) એ ૧૦ જૂન ૨૦૦૮ના રોજ નિષ્પક્ષ વૈશ્વીકરણ માટે સામાજિક ન્યાય પર ૈંન્ર્ં ઘોષણાને સર્વસંમતિથી અપનાવી હતી.
તે ૈંન્ર્ં ના ૧૯૧૯ના બંધારણ બાદથી આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલન દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતો અને નીતિઓનું ત્રીજુ પ્રમુખ કથન છે. આ વખતની થીમ વિષે પણ જાણી લો.. દર વર્ષે સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ ઉજવવા માટે એક વિષય પસંદ કરાય છે. ગત વર્ષ ૨૦૨૨માં વિશ્વ સામાજિક ન્યાય દિવસનો વિષય અચિવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ હતો. જ્યારે આ વર્ષે ૨૦૨૩ના રોજ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડેની થીમ સામાજિક ન્યાય માટે બાધાઓ પર કાબૂ મેળવવો અને અવસરો ઉજાગર કરવા (ર્ંદૃીષ્ઠિર્દ્બૈહખ્ત મ્ટ્ઠિિૈીજિ ટ્ઠહઙ્ઘ ેંહઙ્મીટ્ઠજરૈહખ્ત ર્ંॅॅર્િંેહૈંૈીજ ર્કર્િ જીષ્ઠૈટ્ઠઙ્મ ત્નેજંૈષ્ઠી) છે.
Recent Comments