fbpx
ધર્મ દર્શન

કેમ સ્મશાન ઘાટથી આવ્યા બાદ સ્નાન કરવુ જરૂરી છે? જાણો તેના પાછળનું કારણ…

કેમ સ્મશાન ઘાટથી આવ્યા બાદ સ્નાન કરવુ જરૂરી છે? જાણો તેના પાછળનું કારણ…

હિંદુ ધર્મમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના મૃતદેહની અંતિમયાત્રા કાઢીને મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાનો નિયમ છે. જ્યારે મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, ત્યારે લોકો ઘરમાં પ્રવેશતા પહેલા પહેરેલા કપડાં કાઢીને સ્નાન કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે…

ધાર્મિક કારણો અનુસાર સ્મશાન પર નકારાત્મક ઉર્જા હોય છે. જે માનવ શરીરમાં પ્રવેશી શકે છે. તેથી નકારાત્મક ઊર્જાની અસરથી બચવા માટે, પુરુષો ઘરે આવીને સ્નાન કરે છે. મહિલાઓને સ્મશાન જવાથી અટકાવવામાં આવે છે કારણ કે તેઓ પુરુષો કરતાં વધુ લાગણીશીલ હોય છે.

મૃતકની આત્માનું સૂક્ષ્મ શરીર થોડા સમય માટે સ્મશાનમાં હાજર રહે છે. જે ત્યાં હાજર લોકો પર હાનિકારક અસર કરી શકે છે. વૈજ્ઞાનિક કારણ મુજબ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા વધે છે. જે જીવંત વ્યક્તિના શરીરમાં ફેલાઈ શકે છે. અને ઘણા ગંભીર રોગો થઈ શકે છે. જેના કારણે અંતિમ સંસ્કાર બાદ સ્નાન કરવું જરૂરી બની જાય છે.

વૈજ્ઞાનિક કારણ
માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરમાં રહેલો જીવ એટલે કે આત્મા નીકળી જાય છે. જ્યારે આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે મતૃદેહની આસપાસના વાતાવરણમાં સૂક્ષ્મ કીટાણુંઓ ફેલાઈ છે. અને આજ કીટાણું આસપાસ રહેલા લોકોને પોતાના પ્રભાવમાં લઇ લે છે. જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે. જેથી ઘરે આવીને સ્નાન કરવામાં આવે છે.

અંતિમ સંસ્કારની વિધિ પત્યા બાદ સ્નાન કરવું ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે આવીને તરત જ સ્નાન કરી લેવામાં આવે તો શરીરમાં લાગેલા કીટાણું પણ પાણી સાથે વહી જાય છે અને દૂર રહે છે.

Follow Me:

Related Posts