કેમ ૪ એપ્રિલે ઉજવવામાં આવે છે મહાવીર જયંતિ?.. કોણ હતા મહાવીર સ્વામી
દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાવીર જયંતિ ૦૪ એપ્રિલે એટલે કે આજે છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારના કુંડાગ્રામમાં થયો હતો. ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. કહેવાય છે કે ૩૦ વર્ષની ઉંમરે તેમણે રાજમહેલોના સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને સત્યની શોધમાં જંગલો તરફ પ્રયાણ કર્યું હતું. ગાઢ જંગલોમાં રહીને તેમણે બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, ત્યાર બાદ તેમણે રિજુબાલુકા નદીના કિનારે સાલ વૃક્ષ નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીરે સમાજની સુધારણા અને લોકોના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો હતો… મહાવીર જયંતિ પૂજા કેવી રીતે કરવામાં આવે છે?..તે જાણો.. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત ઈન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાનો છે અને ભગવાન મહાવીરે લગભગ ૧૨ વર્ષની કઠોર તપસ્યા બાદ પોતાની ઈન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. મહાવીર જયંતિના શુભ અવસરે જૈન સમાજના લોકો પ્રભાતફેરી, અનુષ્ઠાન અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉપરાંત,
આ ખાસ દિવસે, ભગવાન મહાવીરની પ્રતિમાને સોના અથવા ચાંદીના કલશમાંથી પાણી અર્પણ કરવામાં આવે છે અને તેમના ઉપદેશોને સંપૂર્ણ ભક્તિ સાથે સાંભળવામાં આવે છે. ભગવાન મહાવીરના પાંચ મુખ્ય સિદ્ધાંતો વિષે જાણો?.. ભગવાન મહાવીરે મનુષ્યના ઉત્થાન માટે પાંચ મુખ્ય સિદ્ધાંતો આપ્યા હતા, જેને પંચશીલ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સિદ્ધાંતો છે- સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. સત્ય અને અહિંસા એ માણસનું પ્રથમ કર્તવ્ય છે. બીજી બાજુ, અસ્તેયા એટલે ચોરી ન કરવી જેનાથી વ્યક્તિ આધ્યાત્મિક શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. અપરિગ્રહ એટલે કે વિષય કે વસ્તુ પ્રત્યે લગાવ ન રાખવાથી વ્યક્તિ સાંસારિક મોહનો ત્યાગ કરીને અધ્યાત્મના માર્ગે સતત ચાલે છે અને બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ પોતાની ઈન્દ્રિયો પર સરળતાથી નિયંત્રણ મેળવી લે છે.
મહાવીર જયંતિ ૨૦૨૨ પર શુભકામના સંદેશ ઃ
-સત્ય, અહિંસા આપણો ધર્મ છે; નવકાર એ આપણું ગૌરવ છે; મહાવીર જેવા ભગવાન મળ્યા; જૈન એ આપણી ઓળખ છે. મહાવીર જયંતિની શુભકામનાઓ!
-તમારા આત્માથી પરે કોઈ પણ શત્રુ નથી, અસલી શત્રુ તમારી અંદર રહે છે, તે શત્રુ ક્રોધ, ઘમંડ, લાલચ, અશક્તિ અને નફરત છે. મહાવીર જયંતિની અનંત શુભકામના.
-અહિંસા સૌથી મોટો ધર્મ છે. સ્વયં જીવો અને બીજાને જીવવા દો. આ સુખ અને શાંતિનુ મૂળ છે. ભગવાન મહાવીરની જય.
- ધર્મમાં દેખાડો ન હોવો જાેઈએ કારણકે દેખાડાથી સદા દુઃખ થાય છે માટે ક્યારેય દેખાડો ન કરવો. હેપ્પી મહાવીર જયંતિ.
-મહાવીર જેમનુ નામ છે, પાલિતાણા જેમનુ ધામ છે, અહિંસા જેમનો નારો છે, એવા ત્રિશલા નંદનને અમારા લાખ પ્રણામ!
-સત્ય, જ્ઞાન અને અહિંસાનો માર્ગ અપનાવો. મહાવીર જયંતિની શુભકામનાઓ!
Recent Comments