કેરફ્રમાં મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા હોવાથી એલર્ટ જાહેર કરાયુંરાજ્યમાં વાઇરસમાં વધારો થવાથી મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ મંકીપોક્સની વધતી મહામારીને લઈને ચેતવણી જાહેર કરી છે. જાેકે, ભારતમાં હાલ આ મહામારીની એન્ટ્રી થઈ નથી. પરંતું ભારતમાં આ વાયરસથી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેરફ્રમાં મંકીપોક્સને લઈને એલર્ટ જાહેર કરી દેવાયું છે. તો કેન્દ્ર સરકારે પણ આ વાયરસ સામે તૈયારી રાખવા સતર્કતાના નિર્દેશ જાહેર કર્યાં છે. મંકીપોક્સને લઈને ભારતમાં શું શું તૈયારીઓ થઈ રહી છે,
જે વિશે જણાવીએ, કેરફ્રના આરોગ્ય વિભાગે બુધવારે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. તમામ એરપોર્ટ પર નજર રાખવા માટે ટીમ તૈનાત કરાઈ છે. જેથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરી શકાય. જાે કોઈ મુસાફરમાં આ લક્ષણો દેખાય છે, તો તેમને તાત્કાલિક અસરથી અલગ મૂકવામાં આવે. વર્ષ ૨૦૨૨ માં જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર તેમની સારવાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના એરપોર્ટ, બંદર અને દરિયાઈ સીમી પર મંકીપોક્સ મહામારીને લઈને સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા છે. સરકારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને લગતી બોર્ડર પર પણ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના એક્સપર્ટની સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં વાયરસના અલગ અલગ સ્ટ્રેનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વિભાગે જણાવ્યું કે, અમે તમામ રાજ્યો અને એનડીસીની સાથે બેઠક કરીને આ વાયરસને લઈને સતર્કતા વધારી છે.
સરકારે રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ મેડિકલ કોલેજને મંકીપોક્સના દર્દીઓના આઈસોલેશન, સારવાર માટે નોડલ સેન્ટર જાહેર કર્યાં છે. દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા મંકીપોક્સ માટે વેક્સીન વિકાસવવાના કામે લાગી ગઈ હતી. સંસ્થાના સીઈઓ અદાર પુનાવાલાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને અમે આ રોગની વેક્સીન વિકસાવવા પર કામ કરી રહ્યાં છે.
Recent Comments