નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વડોદરા શહેરમાં બે દિવસ ધામા નાખ્યા હતા. દેશ વિરોધી અને ભાંગફોડ પ્રવુતિની તપાસમાં ફતેગંજ વિસ્તારના વિવાદિત ટ્રાવેલ એજન્ટના ઘરે તથા નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ કર્યું હોવાની માહિતી મળી છે. કેરળમાં ઝડપાયેલા પ્રતિબંધિત પીપલ્સ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સંગઠનના નવા મોડ્યુલમાં વડોદરાની યુવતીની સંડોવણી બહાર આવતાં એનઆઇએ તપાસ માટે આવી હતી અને યુવતીના ઘરેથી સરકારી પંચોની હાજરીમાં મહત્વના દસ્તાવેજાે જપ્ત કર્યા છે. અગાઉ સીએએ અને એનઆરસી અંગે દેશભરમાં થયેલા આયોજન પૂર્વક વિરોધને પગલે એજન્સીઓએ તપાસ કરી હતી. સીએએ અને એનઆરસીના વિરોધના ફંડિંગમાં વડોદરાની યુવતી સક્રિય હોવાનું બહાર આવતા એનઆઇએએ ફતેગંજની આ યુવતીની અટકાયત કરી અમદાવાદ લઇ જઇ પૂછપરછ બાદ રવાના કરી વોચ રાખી હતી. પ્રતિબંધિત સંગઠન પીએફઆઇના ફંડ રાઇઝરમાં વડોદરાની યુવતી હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં સુરક્ષા એજન્સીથી બચવા માઇક્રો ફંડ ઓનલાઇન ટ્રાન્સફર થતું હોવાનું બહાર આવ્યું છે. એજન્સી માત્ર હાલ તપાસ ચાલુ હોવાનું જણાવે છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ એક વૈભવી બંગલામાં રહેતી યુવતીની નેશનલ ઇન્વેસ્ટિગેશ એજન્સી (દ્ગૈંછ) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ યુવતીના કાશ્મીરમાં એક યુવક કે જેના આતંકી સંગઠન સાથે તાર જાેડાયેલા છે તેના સંપર્કમાં આવી હતી તેવી માહિતી દ્ગૈંછને મળી હતી. જેથી દ્ગૈંછની ટીમના છથી સાત અધિકારીઓ ફતેગંજ વિસ્તારમાં રહેતી તે યુવતીના ઘરે પહોંચ્યા હતા અને તેની સઘન પૂછપરછ કરી હતી. તેમજ આ ટીમ ત્યારબાદ રવાના થઇ હતી. જાેકે, આ ટીમ દ્વારા કોઇની અટકાયત કરાઇ હોય તેવી માહિતી બહાર આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરાની યુવતીનો કાશ્મીરના યુવક સાથે ખાસ સંબંધ હોવાનું ખુફિયા એજન્સીએ શોધી કાઢ્યું છે. આ સંપર્ક થકી દેશ વિરોધી અને ભાંગફોડની પ્રવુતિનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સુક્ષા એજન્સીઓનું માનવું છે. જેની ગહન તપાસ ચાલુ છે. દેશવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને એનઆઇએની હાજરીની જાણ થાય તો મહત્વના પુરાવા નષ્ટ કરી દે. એના કારણે ચુપકીદીથી તપાસ કરતી એનઆઇએ વડોદરા શહેરની ખાનગી હોટલમાં રોકાઈ હતી.
Recent Comments