રાષ્ટ્રીય

કેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ પછી ભૂસ્ખલન, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

અલગ-અલગ હોસ્પિટલમાં ૭૦ મૃતદેહો મળ્યા, સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે મેપ્પડીની આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન થયુ છે. ત્યારબાદ ચારેબાજુ વિનાશ જાેવા મળ્યો છે. સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (દ્ભજીડ્ઢસ્છ) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને દ્ગડ્ઢઇહ્લ ટીમો તૈનાત કરવામાં આવી છે.

એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી ગઈ છે. કન્નૂરની બે સુરક્ષા ટીમોને પણ વાયનાડ મોકલાઈ છે. દ્ગડ્ઢઇહ્લ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું છે. આ દરમિયાન કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, અમે અમારા લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. અમને અલગ-અલગ હોસ્પિટલમાં ૭૦ મૃતદેહો મળ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમે ઘાયલોની યોગ્ય સારવારની ખાતરી આપી છે. દ્ગડ્ઢઇહ્લ અને નાગરિક સંરક્ષણ ટીમો ત્યાં હાજર છે. ટૂંક સમયમાં નેવીની ટીમ પણ ત્યાં પહોંચશે. આ વિસ્તારમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે. ઁસ્ મોદીએ દુઃખ વ્યક્ત કરી છે. તેમજ કોંગ્રેસના નેત રાહુલ ગાંધી વાયનાડ જાય તેવી શક્યતાઓ છે.

Related Posts