કેરળના ૬ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનો ફૂટબોલ ગોલ સોશિયલ મિડીયા પર વાઇરલ

૬ઠ્ઠા ધોરણમાં ભણતા કેરળના વિદ્યાર્થીનો બેક હીલ ગોલ વાયરલ થઈ રહ્યો છે. કેરળના અલ અનવર સ્કૂલના વિદ્યાર્થી અંશીદે ચેમ્બ્રેસેરીમાં આયોજીત અંડર-૧૨ ટૂર્નામેન્ટમાં ટોપ ફૂટબોલરની જેમ ગોલ કર્યો હતો. અંશીદે પોતાના પગની પાછળના ભાગ એટલે કે પાનીથી ગોલ કર્યો હતો. અંશીદના કોચ ઇમદાદ કોટ્ટાપરમ્બે આ ગોલને કેમેરામાં કેપ્ચર કર્યો હતો. તેમણે ગોલકીપરની પાછળની સાઇડથી શાનદાર ગોલનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં કોચે વીડિયો પોસ્ટ કર્યો અને તે વાયરલ થઈ ગયો હતો. કોચ દ્વારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વીડિયો પોસ્ટ કરી કેપ્શન લખવામાં આવ્યું હતું- ‘કીપરે આને આવતો જાેયો નથી’.
ગોલનો વીડિયો ઇન્ડિયન સુપર લીગ (ૈંજીન્)ના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. કેરળના શિક્ષણ મંત્રી વી શિવનકુટ્ટી અને પોર્ટ મિનિસ્ટર અહેમદ દેવરકોવે પણ તેમના ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કર્યો છે. ફૂટબોલ જગતમાં બાર્સેલોના અને ઉરુગ્વેના ભૂતપૂર્વ ફૂટબોલર લુઈસ સુઆરેઝ તેના બેક હીલ ગોલ માટે પ્રખ્યાત છે. સુઆરેઝે ૨૦૧૯માં સ્પેનિશ લીગમાં મલોરકા સામે એક શાનદાર બેક હીલ ગોલ કર્યો હતો. વિશ્વભરના ફૂટબોલ નિષ્ણાતોએ તેની પ્રશંસા કરી હતી.
Recent Comments