ભાવનગર

કેરળ સામેના રોચક મેચમાં જીત થી ખુશ તેલંગાણાની કેપ્ટન અશ્વતી થંબી

૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગર ખાતે રમાયેલી થ્રી ઓન થ્રી ની ગેમ રમવા માટે ભાવનગર આવેલી તેલંગાણાની કેપ્ટનશ્રી  અશ્વતી થંબી જણાવે છે કે, કેરળ સામેના રોચક મેચમાં જીતથી ટીમ ખૂબ જ ખુશ છે

        ગુજરાતમાં ઉપલબ્ધ રમત-ગમતની સુવિધાઓ, ગુજરાતની ખાણી-પીણી, આગતા-સ્વાગતા, ભાવનગરની હોટલ, નેશનલ ગેમ્સ અંતર્ગત ગોઠવવામાં આવેલી વિવિધ સુવિધાઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં છે.

        તેણે વધુમાં જણાવ્યું હતું કે, અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે સ્ટેડિયમ પણ ખૂબ સરસ છે. રમત-ગમતની વ્યવસ્થાઓ પણ અદભૂત રીતે ગોઠવવામાં આવી છે.

        તેને કહ્યું કે, કેરળ સામેની મેચ એક તબક્કે ખૂબ જ રોમાંચક થઈ હતી પરંતુ તેલંગણાની ટીમે લીડ મેળવીને આ મેચ કેરળના ૧૩ સામે ૧૭ પોઇન્ટ મેળવીને જીતી લીધી હતી

        ટીમના પ્રદર્શનથી ખૂબ જ ખુશ થઈ છે અને તેલંગાણાની મહિલા ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ટીમ તેમજ સ્પોર્ટિંગ સ્ટાફ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. 

Related Posts