fbpx
ગુજરાત

કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવા ગુજરાત આવી શકે છે વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં પીએમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લઇ શકે છે. જ્યાં પીએમ મોદી કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ થોડા-થોડા સમયના અંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી ફેબ્રુઆરી મહિનામાં ફરી રાજ્યના પ્રવાસે આવે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત લઇ શકે છે. પીએમ મોદી કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે. હાલ કેવડિયા રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાના આરે છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી પ્રવાસીઓને પહોંચવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું કામ હાલ પુરજાેશમાં ચાલી રહ્યું છે. હાલમાં કેવડિયા રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકાર્પણને લઇને તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts