fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૨૫-૦૬-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- પાંચમાં સ્થાને થી સપ્તાહ ના પ્રારંભ માં છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આપને અચાનક ધંધાકીય કર્ય માટે અથવા કોર્ટ – કચેરી ના કાર્ય માટે મુસાફરી કરાવે. મંગળ નું પાચમે આગમન સંતાનો ના કાર્ય સરળતા થી પૂર્ણ કરાવે – લાભ આપે.
બહેનો :- આરોગ્ય ની તકેદારી રાખવી – બિંજરૂરી દોડધામ થી બચવું.

વૃષભ :- ચોથા સ્થાન થી પાંચમા સ્થાન માં ભ્રમણ કરનાર ચંદ્ર સંતાનો ના ઉચ્ચ અભ્યાસ માટે આપને પૂરી અનુકૂળતા પ્રાપ્ત થાય.
મિત્રો થી ખુબજ સારી સલાહ અને સહયોગ મળે મંગળ નું ચોથા સ્થાને આગમન સ્થાવર મિલકત નું સુખ આપે.
બહેનો :- અધૂરા અભ્યાસ ને પૂર્ણ કરવા માંગતા હોય તો ઈચ્છા પૂર્ણ થાઈ.

મિથુન :- ચોથા સ્થાન માં સપ્તાહ ના પ્રારંભ માં ચંદ્ર નું ભ્રમણ સ્થાવર મિલકત સબંધી તમામ કાર્ય જમીન-મકાન અંગે ના નિર્ણયો લેવા કે અન્ય પૈતૃક સંપતિ ના કાર્ય થાય મંગળ નું ત્રીજે ભ્રમણ આવતા સાહસ-પરાક્રમ માં વૃદ્ધિ કરાવનાર બને.
બહેનો :- ઘરની સાજ-સજાવટ ના સારા નિર્ણયો લઈ શકો.

કર્ક :- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આવતા આપની પરદેશ ને લગતી કામગીરી ને વેગ મળે, જળ માર્ગ થી કે અન્ય જળતત્વ ને લગતા કામ પૂરા થઈ શકે. મંગળ નું બીજે ભ્રમણ બિંજરૂરી નાણાં રોકવા માં ખાસ ધ્યાન રાખવું પડે.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફ થી પૂર્ણ પ્રેમ મળે સુખ વધે.

સિંહ :- બીજા સ્થાન માં જય રહેલ ચંદ્ર આપના માટે નાણાકીય રીતે સારું ફળ આપનાર, પરિવારિક જીવન માં નાના-મોટા પિકનિક-પ્રવાસ નું આયોજન કરાવે મંગળ નું આપની રાશિ માં ભ્રમણ હોવાથી ખાસ ક્રોધ ઉપર કાબૂ રાખવો જરૂરી બને.
બહેનો :- પરિવારિક-કોટુંબિક કાર્ય માં અગ્રસર રહેવા નું સૌભાગ્ય મળે.

કન્યા :- આપની રાશિમાં ચંદ્ર નું ભ્રમણ આવતું હોય દરેક નિર્ણયો લેવામાં આપનો આત્મ-વિશ્વાસ પૂર્ણ રહે. દાંપત્ય અને ભાગીદારી માં સારું રહે. જડપી કાર્ય થાઈ. મંગળ નું બારમાં સ્થાને ભ્રમણ આરોગ્ય બાબત ખાસ ધ્યાન રાખવું પડે.
બહેનો :- મનની સ્થિતિ શાંત રહેતા આનંદમાં વધારો થાઈ.

તુલા :- બારમાં સ્થાન માં આવી રહેલ ચંદ્ર બિન જરૂરી ખર્ચ માં વધારો કરાવે આકસ્મિક મુસાફરી કે વડીલો માટે સમય અને નાણાં નું યોગદાન આપવું પડે. મંગળ લાભ સ્થાને આવતા અટકેલાં કાર્ય પૂરા કરવા માં મદદ પ્રાપ્ત થાઈ.
બહેનો :- દરક બાબતમાં સમજી વિચારી આગળ વધશો તો સારું રહેશે.

વૃશ્ચિક :- લાભ સ્થાન માં બુધ ની રાશી માં ચંદ્ર નું આગમન સ્ત્રીવર્ગ-મિત્રવર્ગ કે અન્ય શેક્ષણિક કાર્ય થી આર્થિક રીતે સારો લાભ પ્રાપ્ત થઈ શકે તમારા પ્રયત્નો સફળ થાઈ મંગળ દસમા સ્થાને રંગ-રસાયણ-કેમિકલ ના ધંધામાં લાભ રહે.
બહેનો :- સંતાનો ના ઉત્તમ પરિણામો નો યશ તમારી મહેનત ને મળે.

ધન :- દસમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ રાજકીય ક્ષેત્રે કે અન્ય સરકારી ક્ષેત્ર માં તમારું કાર્ય દીપી ઊઠે અને એનો સીધો ફાયદો આગામી સામય માં તમને મળે મંગળ નું ભાગ્ય જીવન માં ભ્રમણ તમારી આંતરિક શક્તિ ને મજબૂત બનાવે.
બહેનો :- નોકરિયાત વર્ગ ને સારો લાભ મળી રહે ગૃહઉધ્યોગ માં તેજી જોવા મળે.

મકર :- ભાગ્ય સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ રહેતા ભાગ્ય ની દેવી ની કૃપા મેળવવા ના હકદાર બની શકો. ધાર્મિક કાર્ય માં તમારું યોગદાન રહે. ભાતૃવર્ગ નો સહયોગ મળે. આત્મા સ્થાને મંગળ નું ભ્રમણ દરેક કાર્ય માં ધીરજ રાખવી પડે.
બહેનો :- ધાર્મિક અનુષ્ઠાન-પુજા-પાઠ-વ્રત નો અવસર મળે.

કુંભ :- આત્મા સ્થાને ચંદ્ર રહેતા તમરી વાણી માં વિનય અને સરળતા દ્વારા તમે ધંધાકીય ક્ષેત્ર માં સારો લાભ મેળવી શકો બિન જરૂરી ઉગ્રતાનો ત્યાગ કરવો. મંગળ નું સેટમે ભ્રમણ તમારે દાંપત્ય જીવન -ભાગીદારી ના ધંધા માં સંભાળવુ.
બહેનો :- મનની ગતિને સ્થિર રાખી એકાગ્રતા કેળવવી.

મીન :- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ આવતા બૌધિક નિર્ણયો લેવામાં ખુબજ સાનુકૂળતા રહે, શ્રેષ્ઠ વિચારો દ્વારા તમારી યશ-કિર્તિ માં વધારો થાય મંગળ નું છ્ટ્ઠે ભ્રમણ જૂના રોગો અને શત્રુઑ થી તમને જીત આપવામાં મદદ કરે.
બહેનો :- દાંપત્ય જીવન માં પ્રેમ અને માધુરતા વધતી જણાય.

વાસ્તુ:- શરીર માં હાડકાં નો દુખાવો રહેતો હોયતો દર શનિવારે હનુમાન ચાલીસા , ભૈરવ ચાલીસા, શનિ ચાલીસા કે શનિ સ્તોત્ર નો પાઠ કરવાથી લાભ રહે.

Follow Me:

Related Posts